કોઇપણ કિંમતે રાફેલ વિમાન જોઇએ જ : એર માર્શલ નંબિયાર

0
71
Advertisement
Loading...

રાફેલ ડીલ પર ચાલી રહેલા વિવાદ પર રાજકીય ઘમાસણની વચ્ચે એરફોર્સની તરફથી મોટું નિવેદન આવ્યું છે. ભારતીય વાયુસેનાના ઉપ પ્રમુખ એર માર્શલ રઘુનાથ નંબિયારે તાજેતરમાં જ વિમાનને ઉડાવ્યું અને હવે તેમણે તેના વખાણ કર્યા છે. એર માર્શલ રઘુનાથનું કહેવું છે કે મને રાફેલ ઉડાડવાની તક મળી, એ ખૂબ જ શાનદાર છે અને અમે તેનાથી સંતુષ્ટ છીએ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમાં ૩૦૦૦૦ કરોડનો ઓફસેટ કોન્ટ્રાક્ટ છે અને અનિલ અંબાણીને ફાયદો મળ્યો છે. તો તેમણે કહ્યું કે ના, મને લાગે છે કે લોકોને ખોટી માહિતી આપવામાં આવી છે, તેમાં ઓફસેટના નામ પર ૩૦,૦૦૦ કરોડની વાત નથી. જે ઙ્ઘટ્વજજટ્વેઙ્મં જે તે માત્ર ૬૫૦૦ કરોડનો જ કોન્ટ્રાક્ટ આપશે, તેનાથી વધુનો નહીં.

આ સિવાય જયારે તેમને પ્રશ્ન કરાયો કે ફ્રેન્ચ મીડિયામાં કહેવાઇ રહ્યું છે કે અનિલ અંબાણીની કંપનીને ફાયદો પહોંચાડાયો છે. તેના પર તેમણે કહ્યું કે જે ડીલ ૨૦૦૮મા કરાઇ હતી, તેનાથી તો કયાંય સારી ડીલ છે. પછી તે ભાવ હોય કે બીજી વસ્તુ હોય. તેમાં અમને સારી ટેકનોલોજી, મેન્ટેનન્સ બધું જ મળી રહ્યું છે. આ સિવાય એરફોર્સના ડેપ્યુટી ચીફ શિરીષ બબન દેવે પણ આ ડીલના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે રાફેલનું પ્રોડક્શન શરૃ થઇ ચૂકયું છે. આ ડીલ રિલાયન્સને કેમ અપાઇ આ પ્રશ્ન પર ડેપ્યુટી ચીફ દેવે કહ્યું કે આ વાત કોમર્શિયલ છે, જે ફ્રેન્ચ કંપની છે તેને ખબર છે કે આ ઓફસેટ કોન્ટ્રાકટ છે. હવે તેને કેવી રીતે સર્વિસ કરવાનું છે, કોની પાસે જવાનું છે. તે સરકાર પર દબાણ નાંખી શકે નહીં. રાફેલ પર ચાલી રહેલા વિવાદથી શું એરફોર્સને નુકસાન થશે. આ પ્રશ્ન પર તેમણે કહ્યું કે વિવાદથી એરફોર્સને કોઇ નુકસાન થશે નહીં. પરંતુ જો રાફેલ નહીં આવતા તો એરફોર્સને ચોક્કસ નુકસાન થઇ શકે છે. અમને તો કોઇપણ કિંમતે રાફેલ જોઇએ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here