રાફેલ ડીલ કોઈપણ સંજોગોમાં રદ્દ નહીં થાય : અરૂણ જેટલી

0
60
Advertisement
Loading...

રાફેલ ડીલ મામલે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના નિવેદન બાદ ભારતમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે નાણાંકીય મંત્રી અરૃણ જેટલીએ કહ્યું કે આ આરોપો છતાં રાફેલ ડીલ રદ નહીં થાય

ઈન્ટરવ્યૂમાં અરૃણ જેટલીએ કહ્યું કે, *રાફેલ ડીલ એક સાફ અને સ્પષ્ટ ડીલ છે જેને રદ કરવાનો કોઈ સવાલ જ નથી. જેટલીએ વધુમાં કહ્યું કે, *જ્યાં સુધી વિમાનોની ઓછી કે વધુ કિંમતનો છે તો તમામ આંકડા કેગની સામે છે. કોંગ્રેસ પણ કેગની પાસે ગઈ છે. કેગની રિપોર્ટ પ્રતીક્ષા કરીશું. અરૃણ જેટલીએ ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદના નિવેદનના ટાઈમિંગ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, *તેઓને આશ્ચર્ય નહીં થાય કે તમામ વાત સમજી વિચારીને કરવામાં આવી છે.

જેટલીએ સવાલ ઉઠાવ્યો કે રાહુલ ગાંધી ૩૦ ઓગસ્ટે ટ્વીટ કરે છે કે આવનારા થોડાંક સપ્તાહમાં આ મામલે કેટલાંક વિસ્ફોટો થવાના છે. આ તેમને કઈ રીતે ખ્યાલ હતો કે આ પ્રકારનું નિવેદન આવવાનું છે? જેટલીએ કહ્યું કે આ એક પ્રકારની જુગલબંધી છે, મારી પાસે કેટલાંક પુરાવા છે પરંતુ મનમાં પ્રશ્નો ઊભા થાય છે. ૩૦ ઓગસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક માહિતી જાહેર કરતાં પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, *વૈશ્વિક ભ્રષ્ટાચાર, સાચે જ રાફેલ વિમાન ઘણું તેજ અને દૂર સુધી ઊડે છે. જે આવનારા એક-બે અઠવાડીયામાં બંકરોને ધ્વસ્ત કરનારાં બોમ્બ ફેંકી શકે છે. મોદીજી મહેરબાની કરીને અનિલને જણાવો, ફ્રાંસમાં ઘણી જ મુશ્કેલી છે.* આ સમાચારમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદની પ્રેમિક જૂલિયા ગાએટને રાફેલ ડીલ પહેલાં અનિલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફાયદો પહોંચાડવાની વાત પણ કહેવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ પર વ્યંગ કરતાં જેટલીએ કહ્યું કે, સાર્વજનિક જીવનમાં સંવાદ કોઈ લાફટર ચેલેન્જ નથી કે તમે કોઈને પણ ગળે લગાવી લો, આંખ મારો, સતત ખોટા નિવેદનો કરતાં રહ્યાં. જેટલીએ કહ્યું લોકશાહીમાં પ્રહાર થાય છે પરંતુ શબ્દાવલી એવી હોવી જોઈએ જેમાં બુદ્ધી જોવા મળે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here