આજે ભારત બંધનું એલન, અમદાવાદ-રાજકોટમાં દલિતોનું વિરોધ પ્રદર્શન

0
258
Advertisement
Loading...

SC-ST એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં આજે દલિત સંગઠનોએ ભારત બંધની જાહેરાત કરી હતી. અનેક રાજકીય પાર્ટીઓ અને સંગઠનોએ ભારત બંધને સમર્થન આપ્યું હતું. ગુજરાતમાં પણ દલિત સંગઠનોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. મોદી સરકાર આજે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરશે.

એટ્રોસીટી કાયદાને નાબૂદ કરવા ષડયંત્રો થઈ રહ્યા હોવાના આરોપ સાથે રાષ્ટ્રીય દલિત મહાસંઘે ભારત બંધનું એલાન આપ્યુ હતું. અમદાવાદમાં પણ દલિત નેતા જીગ્નેશ મેવાણી વિરોધ પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એસસી-એસટીના કાયદામાં આરોપીની થનારી તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ મુક્યો હતો.

બિહાર, પંજાબ, ઓડિશામાં દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિહારના આરામાં દલિત આગેવાનોએ રેલવે ટ્રેક પર ચક્કાજામ કરી ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો હતો. ઓડિશામાં સંભલપુરમાં ટ્રેન રોકીને વિરોધપ્રદર્શન કર્યું હતું. વિરોધને પગલે પંજાબમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here