પોર્ન જોવાના એડિક્ટ પતિથી પરેશાન પત્નીએ સુપ્રિમનાં દ્વાર ખટખટાવ્યાં.

0
194
Porn Viewing addict Husband wounded by the husband's wife
Advertisement
Loading...

(GNS) મુંબઈ/ન્યુ દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં મુંબઈની એક પરિણીત મહિલાએ અરજી દાખલ કરીને ફરિયાદ કરી છે કે તેના પતિને નેટ દ્વારા પોર્ન જોવાની આદત છે. આ કારણસર તે પણ પોતાના પતિની પોર્ન જોવાની આદતની શિકાર બની ચૂકી છે અને તેનું લગ્નજીવન બરબાદ થઈ ગયું છે.

અરજદાર મહિલાએ આથી સુપ્રીમ કોર્ટમાં એવી દાદ માગી છે કે નેટ પર પોર્ન પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં અરજદાર કમલેશ વાસવાની વિરુદ્ધ કેન્દ્ર સરકાર સંબંધિત કેસમાં મુંબઈમાં રહેતી આ ૨૭ વર્ષની મહિલાએ સુપ્રીમ કોર્ટને પોર્ન પર પ્રતિબંધ મૂકવા અપીલ કરી છે.

અરજદાર મહિલાનું કહેવું છે કે તેનાં લગ્ન ૧૦ માર્ચ ૨૦૧૬ના રોજ થયાં હતાં, પરંતુ લગ્ન બાદ પતિ સાથેના તેના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા હતા, કારણ કે પતિને પોર્ન જોવાની આદત છે. તેના કારણે તેની ફેમિલી લાઈફ ખરાબ થઈ ગઈ છે. આ કેસની સુનાવણી દરમિયાન ત્રણ વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એવી ખાતરી આપી હતી કે પોર્ન વેબસાઈટ બ્લોક કરવાના પ્રયાસો કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૬માં આદેશ કર્યો હતો કે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ પિંકી આનંદ આ કેસમાં નિર્દેશ મેળવશે કે સંબંધિત ઓથોરિટી આ પ્રકારની પ્રવૃત્તિને કઈ રીતે રોકી શકાય તે અંગે સૂચનો આપે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here