વિજય માલ્યા બાદ નીરવ મોદી દેશ છોડીના ભાગી ગયો, બેંકમાંથી લીધા હતા 2000 કરોડ

0
229
Advertisement
Loading...

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો આરોપી ડાયમંડ વેપારી નીરવ મોદી દેશ છોડીના ભાગી ગયો છે. નીરવ મોદી એફઆઈઆર નોંધાય તે પહેલાં જ દેશ છોડી જતો રહ્યો છે. તે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ED દ્વારા મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ નીરવ મોદી અને અન્ય સામે 280 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ સીબીઆઈએ દાખલ કરેલી ફરિયાદના આધારે કરવામાં આવ્યો છે.

પંજાબ નેશનલ બેન્ક (PNB)માં દેશના બેન્કિંગ ઉદ્યોગની સૌથી મોટી 177.17 કરોડ ડોલર એટલે કે 11,356 કરોડ રૂપિયાની છેતરપિંડીનો બુધવારે પર્દાફાશ થયો હતો. જેમાંથી 2000 કરોડ નીરવ મોદી અને 9000 કરોડ મેહુલ ચોકસીએ લીધા હતા. છેતરપિંડીથી બિનઅધિકૃતરીતે ટ્રાન્જેક્શનનું આ કૌભાંડ મુંબઇની બ્રેડી હાઉસ બ્રાન્ચમાંથી થયું. જેમાં કેટલાક ખાસ ખાતેદારોને લાભ પહોંચાડવામાં આવ્યો હતો. બેન્કે આ મામલે ગુજરાતી ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી સામે સીબીઆઇમાં ફરિયાદ કરી છે. જેને પગલે ઇડીમાં પણ કેસ નોંધાયો છે.

કોણ છે નીરવ મોદી

ગ્લેમર વર્લ્ડમાં નીરવ મોદી જાણીતું નામ છે. 48 વર્ષના નીરવ મોદીના નામથી હીરાની બ્રાન્ડ છે. એક સમયે તેઓ ખુદ જ્વેલરી ડિઝાઇન કરવા નહોતા માંગતા પરંતુ પ્રથમ જ્વેલરી ડિઝાઇન કર્યા બાદ ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેમની ડિઝાઇન કરેલી જ્વેલરીની કિંમત કરોડો રૂપિયા હોય છે. નીરવ મોદી ભારતના એકમાત્ર જ્વેલરી બ્રાંડના માલિક છે જેમની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થાય છે. તેમની ડિઝાઇન કરેલા આભૂષણ હોલીવુડ સેલિબ્રિટીથી લઇ દેશના ધનકુબેરોની પત્નીઓ શરીરની શોભા વધારે છે.

Model Coco Rocha, actress and model Nimrat Kaur, actress Naomi Watts and Bollywood star Lisa Haydon, left to right, join luxury jeweler Nirav Modi, center, to celebrate the opening of the first Nirav Modi boutique in the U.S., Tuesday, Sept. 8, 2015, in New York. (Photo by Diane Bondareff/AP Images for Nirav Modi)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here