ફરમાઇશ પર ગીત ગાવાની ના પાડી તો પ્રેગનેન્ટ સિંગરને લાઇવ શૉમાં મારી દીધી ગોળી, જાણો વિગત

0
129
Advertisement
Loading...

પાકિસ્તાનમાં ફરીથી લુખ્ખાગીરીની ઘટના સામે આવી છે. પાકના લરકાના જિલ્લામાં એક શખ્સે ગર્ભવતી સિંગરને લાઇવ શૉમાં એટલા માટે ગોળી મારીને હત્યા કરી દીધી, કેમકે તેની ફરમાઇશ પર ગીત ના ગાયું.

ડૉન ન્યૂઝ અનુસાર, 24 વર્ષીય સિંગર સમીના સમૂનની મંગળવારે એક કાર્યક્રમમાં તારિફ અહેમદ જટોઇ નામના શખ્સે તે સમયે ગોળી મારીને હત્યા કરી દીધી, જ્યારે તે હાજર લોકો માટે ગીત ગાઇ રહી હતી. તે સમીના સિન્ધુના નામથી પણ ઓળખાતી હતી.

આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, જ્યારે સમીના સિન્ધુ સ્ટેજ પર ગીત ગાઇ રહી હતી, ત્યારે કેટલાક અસામાજિક તત્વો સ્ટેજ પર આવીને નોટો ઉડાવી રહ્યાં હતા. તે સમયે સિંગર સમીનાને ગોળી વાગે છે. બાદમાં તે સ્ટેજ પર જ પડી જાય છે. ગોળીના અવાજને લઇને ત્યાં અફડાતફડી મચી જાય છે.

આરોપી જટોઇ કથિત રૂપથી નશામાં હતો, ગોળી મારતા પહેલા પોતાની વાત મનાવવા માટે તેને સમીના સિન્ધુને હેરાન પણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સમીનાને તાત્કાલિક ધોરણે હૉસ્પીટલમાં પહોંચાડવામાં આવી હતી. પણ ત્યાં મૃત જાહેર કરાઇ હતી. મૃત સિંગરના પતિએ મીડિયાને જણાવ્યું કે, તે છ મહિનાની પ્રેગનેન્ટ હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here