માત્ર એક જ રાજ્યમાં લઇ શકાશે એસસી-એસટી અનામતનો લાભ : સુપ્રીમ

0
64
Advertisement
Loading...

સુપ્રીમ કોર્ટે આજે એક અતિમહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો અને ઠેરવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કોઇ વ્યક્તિ જો તેની જાતિ ત્યાં નોટિફાઇડ નથી તો અન્ય રાજ્યમાં સરકારી નોકરીમાં અનામતના લાભ લેવા માટેનો દાવો કરી શકે નહીં. જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા આ મુજબનો આદેશ કરવામાં આવ્યો હતો. પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી ઠેરવ્યું હતું કે, એક રાજ્યમાં અનુસૂચિત જાતિ સાથે જોડાયેલી વ્યક્તિ અન્ય રાજ્યમાં અનુસૂચિત જાતિ માટેની માંગ કરી શકે નહીં જ્યાં તે શિક્ષણ અથવા તો રોજગારીના હેતુસર માઇગ્રેટ કરીને પહોંચે છે.

જસ્ટિસ એનવી રમન્ના અને અન્ય જસ્ટિસની બનેલી બેંચ તરફથી આ ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે નોટિફાઇડ વ્યક્તિ અન્ય રાજ્યમાં આજ દરજ્જા માટે એવા આધાર પર દાવો કરી શકે નહીં કે તેને એક રાજ્યના અનુસૂચિત જાતિ તરીકે જાહેર કરવામાં આવી છે. જસ્ટિસ ભાનુમતિ બહુમતિ ચુકાદા સાથે સહમત ન હતા. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એસસી અને એસટી પર સેન્ટ્રલ રિઝર્વેશન પોલિસીની ઉપલબ્ધતા અને સ્વીકાર્યતાના પાસા ઉપર બહુમતિ ચુકાદાને લઇને જસ્ટિસ ભાનુમતીએ અલગ મત આપ્યો હતો.

જ્યારે ચાર જજની બેંચે એવો અભિપ્રાય આપ્યો હતો કે જ્યાં સુધી દિલ્હીની વાત છે એસસી અને એસટીના સંદર્ભમાં સેન્ટ્રલ રિઝર્વેશન પોલિસી અહીં લાગૂ પડશે. શ્રેણીબદ્ધ અરજીઓ આ સંદર્ભમાં દાખલ કરવામાં આવી હતી જેમાં એક રાજ્યમાં એસસી અને એસટીમાં રહેલી વ્યક્તિ અન્ય રાજ્યમાં અનામતની માંગ કરી શકે છે કે કેમ તેને લઇને રજૂઆત કરવામાં આવી હતી. એવા રાજ્યમાં જ્યાં એસસી અને એસટી તરીકે તેની જાતિની નોંધણી નથી ત્યાં તે માંગ કરી શકે છે કે કેમ તેવો પ્રશ્ન અરજીમાં ઉઠાવાયો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here