હવે એટીએમમાં રાત્રે ૯ વાગ્યા બાદ રોકડ ભરવામાં નહીં આવે

0
129
Advertisement
Loading...

અંતે સરકારે એટીએમ સંબંધિત નિયમોને જારી કરી દીધા છે. એમા કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં રાત્રે ૯ વાગ્યા બાદ એટીએમમાં રોકડ ભરવામાં આવશે નહીં. અને એક રોકડ વાનમાં સિંગલ ટ્રીપમાં ૫ કરોડ રૃપિયાથી વધારે રાખશે નહીં. આ ઉપરાંત રોકડ વાન પર તૈનાત કર્મચારીઓને હુમલો, અપરાધીઓના વ્હીકલ પાછળ પીછો કરવા અને અન્ય જોખમ સામે નિપટવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

હોમ મિનિસ્ટ્રી તરફથી જારી ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે રોકડ ટ્રાન્સપોર્ટેશનથી જોડાયેલ દરેક કર્મચારીઓની પૃષ્ઠભૂમિની તપાસ માટે એમના આદરા વેરિફિકેશન પણ કરાવવું પડશે.

નિયમોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ ક્ષએત્રોમાં સાંજે ૬ વાગ્યા બાદ કોઇ એટીએમમાં રોકડ ભરવામાં આવશે નહીં અને એક એટીએમમાં લોડ કરવા માટે રોકડને થોડાક દિવસ અગાઉ અને દિવસની શરૃઆતમાં બેંકથી કલેક્ટ કરવામાં આવશે જેનાથી રોકડ ભરવાના કામ નિર્ધારિત સમયસીમાથી પહેલા કરી શકાશે.

તમામ રોકડ વાનમાં જીએસએમ બેસ્ડ ઓટો ડાયલરની સાથે સિક્યોરિટી અલાર્મ અને મોટોરાઇઝ્ડ સાયરવ લગાવવામાં આવશે. દરેક કેશ વાનમાં હવે ઝ્રઝ્ર્ફ, લાઇવ ય્ઁજી ટ્રેકિંગ અને બંદૂકોની સાથે ઓછામાં ઓછી એક વખત ટેસ્ટ ફાયરિંગ કરવામાં આવશે અને એમની બુલેટ પ્રત્યેક બે વર્ષમાં બદલી નાંખવામાં આવશે. કેશ ટ્રાન્સપોર્ટેશનથી જોડાયેલા કર્મચારીઓની ટ્રેનિંગ માટે વિશેષ પ્રોવિઝન કરવામાં આવ્યા છે. એમાં કેશ વેનના વ્હીકલમાં બેઠેલા અપરાધીઓ તરફથી પીછો કરવો, હુમલો, અપરાધીઓને ભગાડવા માટે હથિયારોનો ઉપયોગ કરવો અને મુશ્કેલી વાળી સ્થિતિથી રોકડ વાનને સુરક્ષિત નિકાળવા જેવી સ્થિતિઓ માટે ટ્રેનિંગ સામેલ હશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here