હવે માત્ર બે જ દિવસમાં મોબાઇલ નંબર પોર્ટ થઇ જશે

0
104
Advertisement
Loading...

જો તમે તમારી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીથી ખુશ ન હો અને તમે તમારો મોબાઇલ નંબર બદલવા ઇચ્છતા હો તો તમારા માટે ખુશખબર છે. મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનટી) સુવિધા હેઠળ અરજી કરવા માગતા ગ્રાહકો માટે સારા સમાચાર છે.

હવે તમારો મોબાઇલ નંબર માત્ર બે જ દિવસમાં બીજી કંપનીમાં પોર્ટ થઇ જશે. આ માટે ટેલિકોમ નિયામક ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી અંગે એક નવો ડ્રાફટ તૈયાર કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાઇ તરફથી તૈયાર કરવામાં આવેલ આ નવા ડ્રાફટ મુજબ હવે મોબાઇલ પોર્ટેબિલિટી માટે વર્તમાન સાત દિવસની સમયમર્યાદા ઘટાડીને બે દિવસની કરવામાં આવી છે. જોકે જમ્મુ-કાશ્મીર, આસામ અને પૂર્વોત્તરનાં રાજ્યમાં આ નવો નિયમ લાગુ પડશે નહીં. આ રાજ્યમાં પહેલાંની જેમ જ ૧પ દિવસની સમયમર્યાદા મોબાઇલ પોર્ટેબિલિટી માટે અમલમાં રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકોનો અભિપ્રાય મેળવવા આ ડ્રાફટને જાહેર કરવામાં આવશે. ભારતમાં ર૦૧૧માં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા શરૃ કરવામાં આવી હતી.

આ સેવાનો લાભ લેવા માટે પહેલાં ટ્રાઇ દ્વારા રૃ.૧૯ની ફી નક્કી કરવામાં આવી હતી, પરંતુ ગ્રાહકોની ફરિયાદ બાદ ટ્રાઇએ આ ફી ઘટાડીને રૃ.૪ કરી દીધી હતી. ફી ઘટાડાના કારણે પોર્ટેબિલિટીની સેવા આપતી કંપનીઓની ખોટ વધી રહી છે. આ કારણસર કંપનીઓએ માર્ચ ર૦૧૯થી સેવા આપવાનો ઇનકાર કર્યો છે. આમ તો દેશમાં ર૦૧૧થી જ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા શરૃ થઇ ગઇ હતી, પરંતુ દેશના કોઇ પણ એક શહેરથી બીજા શહેરમાં નંબર પોર્ટ કરાવવાની સુવિધા ૩ મે, ર૦૧પથી શરૃ થઇ હતી. મોબાઇલ નંબર ગ્રાહક કોઇ પણ કંપનીની સેવાઓ ૯૦ દિવસ સુધી ઉપયોગમાં લીધા બાદ પોર્ટેબિલિટી સેવાનો લાભ લઇ શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here