રાષ્ટ્રરક્ષાના નારા લગાવવાથી કે ભાષણો આપવાને દેશભક્તિ ન કહેવાય.:

0
202
Not giving patriotism or giving speeches to nation-building is not called patriotism
Advertisement
Loading...

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ પાકિસ્તાનના સરહદ પાર વધી રહેલા હુમલાઓને લઈ સરકારને નિશાન બનાવી છે. તેમણે પાકિસ્તાનની સાથે સાથે આડકતરી રીતે પીએમને ઘેર્યા છે. તોગડિયાએ કહ્યું કે, પાકિસ્તાન સાથે ખૂબ વાતચીત થઈ, હવે તેની સાથે યુદ્ધ કરો.તોગડિયાએ જણાવ્યું કે, ’’ભારત શુરવીરોનો દેશ છે. આપણી આર્મી, નેવી, સીઆઈએસએફ, બીએસએફ, પોલીસ અને હોમગાર્ડ દિવસ રાત દેશની સુરક્ષામાં લાગેલા રહે છે.

ઘણા પરિવારોએ સ્વતંત્રતા મેળવવામાં અને સીમા રક્ષામાં પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે. દેશ વીરગતિ પામેલા જવાનોનો ભુલશે નહીં, યુદ્ધ કોઈ ઈચ્છતું નથી. પરંતુ પાકિસ્તાન સતત ભારત પર હુમલો કરી રહ્યું છે અને દરરોજ જવાનોના મોત થઈ રહ્યા છે. ટ્રેડ અને મેડિકલ પર વાતચીતથી લઈ પાકિસ્તાની નેતાઓને ગળે લગાવવાનું ખૂબ થયું. હવે પાકિસ્તાનને પાઠ ભણાવવાની જરૂર છે. ’’કૂટનીતિના નામે કેટલા બલિદાનો?, સર્જીકલ નહીં, હવે સીધુ યુદ્ધ. દેશભક્તિ માત્ર અને રાષ્ટ્રરક્ષાના નારા લગાવવા, ભાષણો આપવા અને ઝંડા ફરકાવવામાં જ હોતી નથી. સરકાર પાકિસ્તાન સાથે યુદ્ધ કરે, આખો દેશ સાથે ઉભો રહેશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here