નોટબંધીને લીધે નહીં, રઘુરામ રાજનની નીતિઓને કારણે વિકાસ દર ઘટ્યો : નીતિ આયોગ

0
70
Advertisement
Loading...

રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (નેશનલ ઇન્સ્ટિટયૂશન ફૉર ટ્રાન્સફૉર્િંમગ ઇન્ડિયા – ‘નીતિ’ આયોગ)ના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે દેશમાં નૉટબંધી બાદ ધીમા પડેલા અર્થતંત્ર માટે ભારતીય રિઝર્વ બૅક્ન (આરબીઆઇ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનની અયોગ્ય નીતિ, ખાસ કરીને બૅક્નોની નૉન-પરફૉર્િંમગ ઍસૅટ્સ (એનપીએ)ને લગતા અભિગમને સોમવારે જવાબદાર ગણાવ્યો હતો. રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાનના ઉપાધ્યક્ષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે દેશમાં રૃપિયા ૫૦૦ અને રૃપિયા ૧૦૦૦ની ચલણી નૉટો રદ થવાને કારણે નહિ, પરંતુ નૉન-પરફૉર્િંમગ ઍસૅટ્સ (એનપીએ)ને લગતી રઘુરામ રાજનની નીતિને લીધે દેશનું અર્થતંત્ર ધીમું પડયું હતું.

રાજીવ કુમારે જણાવ્યું હતું કે દેશમાં ૨૦૧૫-૨૦૧૬ના અંતિમ ત્રિમાસિકગાળાથી સતત છ ત્રિમાસિકગાળા સુધી આર્થિક વિકાસદર ઘટયો હતો અને તેનું કારણ નૉટબંધી નહિ, પરંતુ ભારતીય રિઝર્વ બૅક્નના ગવર્નરની ખોટી નીતિ જવાબદાર હતી. તેમણે જણાવ્યું હતું કે સ્ટ્રૅસ્ડ ઍકાઉન્ટને લગતી રઘુરામ રાજનની નીતિથી બૅક્નિંગ ક્ષેત્રની નૉન-પરફૉર્િંમગ ઍસૅટ્સ વધી હતી.

રાજીવ કુમારે જણાવ્યું હતું કે હાલની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી ત્યારે બૅક્નોની નૉન-પરફૉર્િંમગ ઍસૅટ્સ રૃપિયા ચાર લાખ કરોડ હતી અને તે રઘુરામ રાજનની અયોગ્ય નીતિને લીધે ૨૦૧૭ના મધ્યમાં વધીને રૃપિયા ૧૦.૫ લાખ કરોડ થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે રઘુરામ રાજનની એનપીએને લગતી અયોગ્ય નીતિને લીધે અનેક બૅક્ને ઉદ્યોગોને ધિરાણ આપવાનું ઓછું કર્યું હતું અથવા લગભગ બંધ કર્યું હતું અને તેથી દેશનું અર્થતંત્ર ધીમું પડયું હતું. રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાનના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું હતું કે રિઝર્વ બૅક્નના ગવર્નરની અયોગ્ય નીતિને કારણે ધિરાણનો દર ઘટીને એકથી બે ટકા જેટલો થઇ ગયો હતો અને અમુક ત્રિમાસિકગાળામાં તો નકારાત્મક નોંધાયો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here