કચરો જ્યાં સુધી ન ઉઠે ત્યાં સુધી નવું બાંધકામ નહીં : સુપ્રીમ કોર્ટે

0
84
Advertisement
Loading...

સુપ્રીમ કોર્ટે કેટલાંક રાજ્યો દ્વારા ધન કચરાનાં નિકાલની યોગ્ય તૈયારીઓ ન કરવાને કારણે તેમને આડે હાથે લીધા છે. સુપ્રીમ કોર્ટે આ રાજ્યોમાં કચરાંનું યોગ્ય નિકાલ ન થાય ત્યાં સુધી નવાં કન્સ્ટ્રક્શન પર રોક લગાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જસ્ટિસ મદન બી લોકૂર અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેચે કેટલાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદોશો માટે આ કડક નિર્ણય સંભળાવ્યો છે અને દંડ પણ ફટકાર્યો છે. તેમની પીઠનું કહેવું છે કે, ‘જો તેઓ ઇચ્છે છે કે લોકો ગંદકી અને કૂડા-કચરાંની વચ્ચે રહે તો પછી શું કરી શકાય.

પીઠે ઉમેર્યું કે, ‘આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ચંદીગઢ સહિત કેટલાંક રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ હજુ સુધી વર્ષ ૨૦૧૬નો ઘન કચરો કાયદાકીય નિયમ હેઠળ બે વર્ષ બાદ પણ કોઇ જ નિકાલ કર્યો નથી. કે ન તેનાં માટે કોઇ નીતિ તૈયાર કરી છે.’

‘જો આ રાજ્યોનાં મનમાં જનતાનાં હિત અને સ્વચ્છતા તથા સફાઇનાં વિચાર હોતા તો તેઓ ઘન કચરાનો નિકાલ કાયદાકીય નિયમ અનુસાર રણનીતિ તૈયાર કરવી જોઇતી હતી જેથી રાજ્યમાં સ્વચ્છતા રહે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદોશોનો બે વર્ષ બાદ પણ કોઇપણ પ્રકારનાં નિયમ બનાવવા મામલે વલણ ખુબજ દયનીય છે’ રાજધાની દિલ્હીમાં ૨૦૧૫માં ડેન્ગ્યુ ગ્રસ્ત સાત વર્ષનાં બાળકનું દર્દનાક નિધન થયુ હતું આ સમાચારનો ઉલ્લેખ પણ ન્યાયાધિશે તેમની સુનાવણી દરમિયાન પણ કર્યો હતો.

ખંડપીઠે રાજ્યોને કચરાનાં નિકાલ માટે કોઇ જ કાયદો તૈયાર ન કરવા અને ન્યાયાલયનાં નિર્દેશોનું પાલન ન કરવા બદલ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને કેન્દ્ર શાસિત ચંદીગઢ પર ત્રણ ત્રણ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે, આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર લગાવવામાં આવેલાં દંડની રાશિ બે અઠવાડિયાની અંદર જ સુપ્રીમ કોર્ટ સેવા સમિતિમાં જમા કરાવવાની રહેશે આ રકમનો ઉપયોગ કિશોર ન્યાય મામલે થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here