ટ્રાઈની નવી જોગવાઈ અમલ : કોલ ડ્રોપ થશે તો દંડ

0
52
Advertisement
Loading...

કોલ ડ્રોપને ફરીથી રોકવાની દિશામાં પહેલ થઇ ચુકી છે અને પહેલી ઓક્ટોબરથી આની શરૃઆત થશે. ટ્રાઇ દ્વારા કહેવામાં આવ્યું છે કે, નવા પેરામિટરના પ્રભાવમાં આવવાથી કોલ ડ્રોપની સમસ્યામાં મોટા ફેરફાર થઇ શકે છે. આમા કોલ ડ્રોપના બદલે મોબાઇલ ઓપરેટર કંપનીઓ ઉપર ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

કોલ ડ્રોપની પરિભાષામાં ૨૦૧૦ બાદ પ્રથમ વખત ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્રાઇના નવા નિયમ આવતીકાલથી અમલી બનવા જઈ રહ્યા છે. કોલ ડ્રોપ થશે તો જંગી દંડ લાગૂ થશે. પ્રથમ વખત ડેટા ડ્રોપ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, મહિનાના પ્લાનમાં ડાઉનલોડમાં ગ્રાહકોને ઓછામાં ઓછા ૯૦ ટકા સમય નક્કી કરવામાં આવેલી સ્પીડ હેઠળ સર્વિસ મળે છે. સાથે સાથે મહિનાના પ્લાનમાં નેટ ડ્રોપ રેટ મહત્તમ ૩ ટકા રહે તે પણ જરૃરી છે.

એમ પણ કહેવામાં આવ્યું છે કે, નેટના સામાન્ય ટ્રાન્સમિશનમાં મહિનામાં કમસે કમ ૫૦ ટકા નક્કી સ્પીડમાં સર્વિસ મળવી જોઇએ. આવતીકાલથી અમલી બની રહેલા નવા નિયમથી કંપનીઓને મોટો ફટકો પડી શકે છે. નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે, હવે દર મોબાઇલ ટાવરથી જોડાયેલા નેટવર્કની દરરોજની સર્વિસને જોડી દેવામાં આવશે. સાથે સાથે કોલ ડ્રોપને લઇને પાંચ લાખનો દંડ થશે. સાથે સાથે દર મહિને બે ટકાથી પણ ઓછા કોલ ડ્રોપ ટેકનિકની હદમાં આવશે અને બાકી ઉપર કંપનીઓને દંડની ચુકવણી કરવી પડશે. કોલડ્રોપ પર મોટો વિવાદ થઇ ગયો છે. આને લઇને હોબાળો થયા બાદ આના પર લાગનાર દંડની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

અગાઉ દંડ લાગૂ કરવાની વ્યવસ્થા શરૃ કરવામાં આવી હતી ત્યારથી લઇને તમામ કંપનીઓ ઉપર આર્થિક દંડ લાગૂ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. તે વખતથી માત્ર ૮૭ લાખનો દંડ તમામ કંપનીઓ ઉપર લાગૂ કરવામાં આવ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, એક દલીલ એવી પણ આપવામાં આવી રહી છે કે, શહેરોમાં સ્માર્ટ ફોન પર વધતા જતા ડેટાના ઉપયોગના કારણે કોલ ડ્રોપની સ્થિતિ ખરાબ થઇ છે. ડેટા માટે કંપનીઓના ટાવર ઉપર એન્ટીના મુકવામાં આવી રહ્યા છે. સાથે સાથે ડેટાના વિસ્તરણમાં ગતિ તીવ્ર બની છે. કંપનીઓ માટે ડેટા મહત્તમ લાભ આપવા માટે માધ્યમ પણ બને છે. આગામી પાંચ વર્ષના ગાળા દરમિયાન ૧૨૦ ટકા વિસ્તરણની શક્યતા દેખાઈ રહી છે.

આવી સ્થિતિમાં કંપનીઓ વોઇસ સર્વિસથી વધારે ડેટા સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. કન્ઝ્યુમર વોઇસના હેમંત ઉપાધ્યાયના કહેવા મુજબ કોલ ડ્રોપના મામલામાં વ્યવહારિક પક્ષ અપનાવવાની જરૃર દેખાઈ રહી છે. મોબાઇલ ઓપરેટર કંપનીઓ અને સરકાર ફુટબોલની જેમ જવાબદારી એકબીજા ઉપર નાંખી રહી છે. ગ્રાહકો પણ ઓછી કિંમતની સર્વિસ માટે ક્વોલિટી પ્રત્યે વધારે દબાણ લાવતા નથી. બીજી બાજુ કોલ ડ્રોપ દૂર કરવા માટે મોબાઇલ ઓપરેટર કંપનીઓએ પોતાની શરત રજૂ કરી દીધી છે. કંપનીઓને સરકારી ઇમારતો, સરકારી જમીનો અને ડિફેન્સ જમીન ઉપર ટાવર લગાવવાની મંજુરી જોઈએ છે. આગામી બે વર્ષમાં દેશમાં દોઢ લાખ નવા મોબાઇલ સાઇટની જરૃર રહેશે. આને લગાવવા માટે જગ્યાની પણ જરૃર છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here