ઉત્તરાખંડ : ૨૫૦ મીટર ઊંડી ખાડીમાં પડી બસ, ૧૪ લોકોના મોત, ૯ ઘાયલ

0
119
Advertisement
Loading...

દેવભૂમિ ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. ટિહરી જિલ્લામાં ૨૫ લોકો ભરેલી એક બસ ખાડીમાં પડવાના કારણે ૧૪ લોકોના મોત થયા છે જયારે ૯ના ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૫ લોકો સાથે સવાર થઈ રહેલી બસ રિષિકેશ – ગંગોત્રી હાઈવે નંબર ૯૪ પરથી પસાર થઈ રહી હતી ત્યારે સુર્યાધાર પાસે ૨૫૦ મીટર ઊંડી ખાડીમાં ખાબકી હતી. જો કે ઘટના બાદ ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે.

આ દર્દનાક ઘટના બાદ ઉત્તરાખંડ સરકાર દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા જયારે ઘાયલ થયેલા લોકોને ૫૦ – ૫૦ હજાર રૂપિયાની મદદ કરવાની ઘોષણા કરવામાં આવી છે. સાથે સાથે આ ઘટના અંગે મેજિસ્ટ્રેટ તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ સ્થાનિક તંત્રને થતા જિલ્લા પ્રશાસન અને પોલીસના જવાનો ઘટનાસ્થળ પર પહોચ્યા છે અને રાહત બચાવ કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે. જો કે હજી સુધી આ બસ દુર્ઘટના અંગે કોઈ કારણ સામે આવ્યું નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here