યુવતીને ભગાડીને લગ્ન કરનારએ હવે યુવતીના નામ પર બેંકમાં જમા કરાવવા પડશે રૂપિયા ? જાણો કેટલા

0
225
Advertisement
Loading...

જો કોઈ યુવક કોઈ યુવતીને ભગાડીને લગ્ન કરે છે, તો હવેથી યુવતીના નામ પર બેંકમાં 50 હજારથી લઈને 3 લાખ રૂપિયા સુધી જમા કરાવવા પડશે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આ નિર્દેશ આપ્યો છે.

ઘરેથી ભાગીને લગ્ન કરવા માટે પોલીસ સુરક્ષા માંગવાવાળા જોડાઓને હાઇકોર્ટે કહ્યું કે પહેલા યુવક યુવતીના બેન્ક ખાતામાં એક નિર્ધારિત રકમ જમા કરાવે. આ રકમ 50 હજારથી લઈને 3 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

હાઇકોર્ટનો આ નિર્દેશ એ જોડાઓના સંદર્ભમાં આપ્યો છે જેઓ ઘરેથી ભાગીને લગ્ન કરવા માટે પોલીસ સુરક્ષા માંગી રહ્યા હતા. ન્યાયાધીશ પીબી બજંથરીએ 27 જુલાઈ 2018થી હાલ સુધી ચાર આવા નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં યુવકને યુવતીના બેન્ક ખાતામાં રકમ જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે.

પંજાબ અને હરિયાણામાં પ્રતિદિન લગભગ 20 થી 30 જોડાઓ પરિવાર વિરુદ્ધ ભાગીને લગ્ન કરે છે. જેમાંના ઘણા જોડાઓ પોલીસ સુરક્ષા માટે અદાલતનો દરવાજો ખખડાવે છે. આવા મામલાઓમાં આ જોડાઓ પરિવારથી જાનનું જોખમ હોવાનો દાવો કરીને પોલીસ સુરક્ષા આપવાની માંગ કરે છે.

પહેલા હાઇકોર્ટ અસુરક્ષાના દાવાઓની તપાસ બાદ કોઈ ફેંસલો આપતી હતી, છેલ્લા કેટલાક સમયથી હાઇકોર્ટે દિશા નિર્દેશ આપીને યુવતીના નામ પર 50 હજાર થી 3 લાખ રૂપિયા સુધીની જમા કરાવવાનો ફેંસલો કર્યો છે. આ રકમ એક મહિનાની અંદર ત્રણ વર્ષની અવધિ માટે જમા કરાવવાની રહેશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here