અવિશ્વાસ પ્રસ્તાવ : ભાજપની મુશ્કેલીઓ વધી, સાથ નહિ આપે શિવસેના

0
105
Advertisement
Loading...

કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકારનું મહત્વનું સહયોગી શિવસેના મોદી સરકાર વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ પર શું સ્ટેન્ડ લેશે, એ જાણવું જરૂરી છે. શિવસેના કાશ્મીર, ખેડૂત નીતિ, મોંઘવારી જેવા મુદ્દાઓ પર સતત સરકાર પર હુમલાઓ કરી છે. આ વચ્ચે ખબર આવી છે કે શિવસેના શુક્રવારે થનારા અવિશ્વાસ પ્રસ્તાવ પરના વોટિંગથી દૂર રહેશે. જોકે, અંતિમ ફેંસલો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે લેશે. આ સંબંધમાં ચર્ચા માટે સંજય રાઉત ગુરુવારે મુંબઈ જશે.

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે લોકતંત્રમાં વિપક્ષનો અવાજ પહેલા સાંભળવો જોઈએ. ભલે પછી એમાં એક વ્યક્તિ જ હોય. એટલુંજ નહિ જરૂર પડવા પર અમે પણ બોલીશું. વોટિંગ દરમિયાન અમે એ જ કરીશું, જે ઉદ્ધવ ઠાકરે કહેશે.

18 સીટો વાળી શિવસેના એનડીએનું મહત્વનું સહયોગી છે. પરંતુ પ્રધાનમંત્રી મોદીની આલોચના પણ કરતુ રહ્યું છે. આ વચ્ચે સરકારે દાવો કર્યો છે કે એમની પાસે બહુમત છે. સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું કે મોદી સરકાર પાસે સંસદની અંદર અને બહાર, બંને જગ્યાએ બહુમત છે. એનડીએ અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં વોટિંગ કરશે. એનડીએ પ્લસ પણ અમને સમર્થન આપશે.

આપને જણાવી દઈએ કે અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારી ટીડીપીના સાંસદોએ મુંબઈ જઈને શિવસેનાના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અને અવિશ્વાસ પ્રસ્તાવ પર સમર્થન માંગ્યું હતું.

ટીડીપી દ્વારા આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ના આપવા પર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેનો બુધવારે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ, એનસીપી સહીત ઘણા દળોએ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન એલાન કર્યું છે. યુપીએ અઘ્યક્ષ સોનિયા ગાંધીનો દાવો છે કે એમની પાસે બહુમત છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here