આઝાદી મળ્યાના 70 વર્ષ પછી પણ ગામડાઓમાં વીજળી પહોંચી નથી : પીએમ મોદી

0
95
Advertisement
Loading...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા જ્યોતિ યોજના નો લાભ મેળવનારા સાથે સંવાદ કર્યો હતો. લાભાર્થીઓ સાથે સંવાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, ગત સરકારે વીજળી આપવાનો વાયદો કર્યો હતો અને 2009 સુધી દરેક ઘરને વીજળી પહોંચાડવાની વાત કરી હતી. પરંતુ એવો કોઈ વાયદો પુરો કરવામાં નથી આવ્યો.

તેમણે પોતાના વાયદાઓ ગંભીરતાથી નથી લીધા. તેમણે જણાવ્યુ કે, અમે વીજળી પહોંચાડવાનુ કામ શરુ કર્યુ છે. 2014 સુધી 18000 ગામડાઓમાં વીજળી નહતી પરંતુ અમે 2018 સુધી મોટાભાગના ગામડાઓમાં વીજળી આપી. અમે દરેક ગામમાં વીજળી પહોંચાડવાનુ લક્ષ્ય રાખ્યુ છે. અમે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ની શરુઆત કરી છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યુ હતું કે, 2005માં ગત સરકારે 2009 સુધી દરેક ગામમાં વીજળી પહોંચાડવાનો વાયદો કર્યો હતો. તે સમયના સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ એક પગલુ આકળ નીકળી ગયા. તેમણે જણાવ્યુ કે અમે દરેક ઘરમાં વીજળી લાવીશુ પણ તેમના આટલા બધા કાર્યકાળમાં પણ એવુ કંઈ થઈ શક્યુ નથી. પહેલાની મનમોહન સરકાર પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, અમને આઝાદી મળ્યાના 70 વર્ષ પૂર્ણ થયા છે પરંતુ 18000 ગામોમાં વીજળી નથી તે ઘણુ દુર્ભાગ્યપૂર્ણ છે. મનમોહન સરકાર દેશના પૂર્વ ભાગના વિકાસ પર ધ્યાન આપ્યુ જ નહીં.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here