આઝાદીનાં દિવસે શંકર મહાદેવને રજૂ કર્યું આ નવું ગીત, પીએમ મોદીએ ખુશ થઈને શું લખ્યું ? જાણો

0
151
Advertisement
Loading...

72માં સ્વતંત્રતા પર્વ પર બોલિવૂડના ગાયક શંકર મહાદેવને ભારત દેશને એક ગીત સમર્પિત કર્યું છે. આ એક મિનિટ અને 33 સેકન્ડનું આ ગીત શંકર મહાદેવને ટ્વીટર પર શેર કર્યું છે. જેમાં તેમણે આ ગીત બ્રેથલેસ ગાયું છે. શંકર આ રીતે ગીત ગાવાને લઈને ઘણાં ફેમસ બન્યા છે. શ્વાસ લીધા વગર તેમજ વચ્ચે અટક્યા વગર, એક શ્વાસે ગીત ગાવું એટલે બ્રેથલેસ સોંગ.

શંકર મહાદેવને આ ગીતની પોસ્ટ પર લખ્યું છે કે, નોન સ્ટોપ ઇન્ડિયા, આપણા જીવંત રાષ્ટ્ર અને વિકાસને આંબતી નવી ઉચાઈઓને સમર્પિત. જય હિન્દ. અને સાથે જ આ ટ્વીટ ને તેમણે #IndependenceDay2018 હેઝટેગ પણ આપ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા.

આ ટ્વીટ ને રિટ્વીટ કરતા દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, ‘લવલી કોમ્પોઝીશન @Shankar_Live! આ બ્રેથલેસ ની યાદોને તાજી કરી દે છે.તમારા ગીતની જેમ જ 125 કરોડ ભારતીયો અટક્યા વગર દેશની પ્રગતી માટે કામ કરી રહ્યા છે.’

આ ગીતમાં શંકરે સરકારની યોજનાઓ અને એની સફળતા વિશેની વાત કરી છે. ગીતના શબ્દોમાં સ્કિલ ઇન્ડિયાની વાત છે, જન ધન યોજનાની વાત છે, આધાર, સ્ટાર્ટઅપ ઇન્ડિયા વગેરેની વાત છે. નોન સ્ટોપ ઇન્ડિયા ના સંકલ્પને ખાસ રીતે આ ગીતમાં દર્શાવવામાં આવ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here