ભારતમાં અહીં જ્યારે થયો ‘લોહી નો વરસાદ’, ચારેય બાજુ જોવા મળ્યું ‘લોહી જ લોહી’

0
660
Advertisement
Loading...

ઘણીવાર પ્રકૃતિ પોતાનું એવું સ્વરૂપ દર્શાવે છે જેને સમજવું મુશ્કેલ હોય છે. ઘણીવાર દરેક વાતનો જવાબ ધરાવતું સાઇન્સ પણ તેની સામે નજીવું લાગે છે. આવો જ એક કિસ્સો 17 વર્ષ પહેલાં કેરળમાં બન્યો હતો જેની હકીકત કોઇ જાણતું નથી.

અમે અહીં વાત કરી રહ્યા છીએ કેરળમાં થયેલાં લોહીના વરસાદની. 5 જુલાઈ 2001ના રોજ કેરળમાં લાલ રંગનો વરસાદ થયો હતો. આ લાલ રંગના વરસાદનું આજ સુધી સામે આવ્યું નથી.

– વૈજ્ઞાનિકો આજે પણ આ વાતને સમજી શક્યા નથી કે આ લાલ રંગનો વરસાદ કેવી રીતે થયો. કેરળના લોકોનું માનવું હતું કે તે લોહીનો વરસાદ હતો. જોકે, વિજ્ઞાનની દ્રષ્ટિથી જોવા જઇએ તો લગભગ આવું સંભવ છે.

જે દિવસે કેરળમાં લાલ વરસાદ થયો તે જ દિવસે ત્યાંના લોકોએ લીલા અને પીળા રંગનો વરસાદ પણ જોયો હતો જેનાથી પહેલાં વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે આકાશમાંથી આવું રંગ-બેરંગી પાણી વરસવું કોઇ મોટી વાત નથી. આ વરસાદ અને પ્રદૂષણના કારણે આવું થયું હશે. પરંતું જ્યારે આ પાણીનો સ્વાદ લેવામાં આવ્યો ત્યારે દરેકના હોશ ઉડી ગયાં. ટેસ્ટમાં જાણવા મળ્યું કે આ માત્ર પાણી ન હતું, આ પાણીમાં જીવન હોવાના સાક્ષ્ય પણ મળ્યાં.

ત્યાર પછી ડીએનએની તપાસ કરાઇઃ-

– પાણીમાં જીવનના સાક્ષ્ય મળ્યા પછી એવું લાગ્યું કે જો આ લોહી છે તો તેમાં ડીએનએ પણ હશે. વૈજ્ઞાનિકોએ તેમાં ડીએનએ શોધવાની કોશિશ કરી પરંતું તેઓ અસફળ રહ્યાં.


તો આ કોનું લોહી હતું-

– જ્યારે આ લાલ રંગના વરસાદને લઇને 2012માં ફરી તપાસ કરવામાં આવી તો સેંપલમાં સાઇટિસ્ટ્સને 6 ડીએનએના સેંપલ જોવા મળ્યાં. ત્યાર પછી આંતરાષ્ટ્રીય સ્તર પર ચર્ચા થવા લાગી અને દાવો કરવામાં આવ્યો કે તેનો સંબંધ એલિયંસ સાથે હોઇ શકે છે. જોકે, અત્યાર સુધી આ બાબત સાફ નથી થઇ કે વરસાદ કેમ અને કઇ રીતે થયો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here