જે કામ ૭૦ વર્ષોમાં ન થયું તે મારી સરકારે માત્ર ૩ વર્ષમાં કરી બતાવ્યું : કેજરીવાલ

0
182
My government did not do the work in 70 years, only in 3 years Kejriwal
Advertisement
Loading...

(GNS)ન્યુ દિલ્હી, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારના ૩ વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની સરકારની સફળતાઓ ગણાવી હતી. સ્વાસ્થ્યના ક્ષેત્રે તેમની સરકારની પીઠ થાબડતા કેજરીવાલે દાવો કર્યો હતો કે, દિલ્હીમાં ૭૦ વર્ષમાં જેટલા કામ થયા છે તેટલા કામ તેમની સરકારે માત્ર ૩ જ વર્ષમાં કરી બતાવ્યા છે. તેમણે સ્વાસ્થ્ય ઉપરાંત સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તરમાં થયેલો સુધારો, સસ્તી વિજળી અને ખેડુત માટે વધારેલા વળતરનો ખાસ રીતે ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં ૧૬૪ મહોલ્લા ક્લિનિક બનીને તૈયાર થઈ ગયાં છે અને ૭૮૬ મહોલ્લા ક્લિનિક હજી બની રહ્યાં છે. આમ માત્ર ગણતરીના મહિનાઓમાં જ ૯૫૦ મહોલ્લા ક્નીનિક તૈયાર થઈ જશે. તેમણે કહ્યું હતું કે, ૭૦ વર્ષોમાં દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ૧૦,૦૦૦ બેડ હતાં, જેમાં આ વર્ષના અંત સુધીમાં ૩,૦૦૦નો વ્ધારો થઈ જશે. આગલા વર્ષે વધુ ૨૫૦૦ બેડની સુવિધા તૈયાર કરવામાં આવશે. આમ બેડ્‌સની કુલ ક્ષમતામાં ૩૦ ટકા વધારો થયો છે. ૪ વર્ષમાં છેલ્લા ૭૦ વર્ષની સરખામણીમાં ૫૦% બેડ્‌સનો વધારો કરીશું.

કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હી દેશનું પહેલું એવું રાજ્ય બનશે જ્યાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો મફતમાં સારવાર, દવાઓ, તપાસ અને સર્જરીની સુવિધા મળે છે. સરકારી હોસ્પિટલોમાં ખુબ જ ભીડ હોય છે તેથી સરકારે પોતાના ખર્ચે ખાનગી હોસ્પિટલોમાં તપાસની સુવિધા આપી છે. લોકોને દિલ્હીની ૬૭ પ્રાઈવેટ લેબમાં તપાસની સુવિધા આપવામાં આવે છે. તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. તે ઉપરાંત કોઈ સરકારી હોસ્પિટલમાં દર્દીની ૧ મહિનાની અંદર સર્જરી ન થાય તો તે સરકારની લીસ્ટમાં શામેલ ૪૪ ખાનગી હોસ્પિટલોમાંથી કોઈ પણ એકમાં સર્જરી કરાવી શકે છે. સર્જરીનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમના ૩ વર્ષના કાર્યકાળમાં સરકારી હોસ્પિટલોની ઓપીડીમાં ૩૩ ટકા વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, ઓપીડીની સંખ્યા ૩ થી વધીને ૪ કરોડ થઈ જવા પામી છે.

કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હી સરકારે માર્ગ અકસ્માતમાં ઈજા પામેલા લોકોની મફતમાં સારવાર કરવાની સુવિધા શરૂ કરી ચે. તેમણે કહ્યું છે કે, જો કોઈ દુર્ઘટના ઘટે તો લોકો મદદ કરવાથી દૂર ભાગતા હતાં. તેના બે કારણ છે – એક તો લોકો પોલીસના ચક્કરમાં પડવા નોહતા માંગતા અને બીજું એ કે લોકો ઈજાગ્રસ્તોને પ્રાઈવેટ હોસ્પિટલમાં ભરતી કરાવવાથી ડરતા હતા કે ક્યાંક હોસ્પિટલનું બિલ તેમને ના ભરવું પડે. કેજરીવાલે કહ્યું હતું કે કોઈ અકસ્માત થાય તો ઈજાગ્રસ્તોને નજીકની સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં ભરતી કરાવો. ઈજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉપાડશે.

કેજરીવાલે કહ્યું હતું કે ૩ વર્ષ પહેલા દિલ્હીના લોકોએ એક ઈમાનદાર સરકાર બનાવી હતી. હવે એક એક પાઈ જનતાના વિકાસ પર ખર્ચ કરવામાં આવી રહી છે. બિજળી, પાણી, સ્કૂલ, મોહલ્લા ક્લિનિક, રોડ, ફ્લાયઓવર્સ વગેરે પર પૈસાનો ખર્ચ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં દિલ્હીમાં વિજળીના બિલમાં એક પૈસાનો પણ વધારો નથી થયો. તેમની સરકારે સત્તા સંભાળતા જ વિજળીનું બિલ અડધું કરી દેવામાં આવ્યું. દિલ્હીમાં ૨૦ નવી શાળાઓ અને ૯૦ નવા રેન બસેરા બનાવવામાં આવ્યાં. આઝાદી બાદ ખેડુતોને તેમના પાકને લઈને સૌથી વધારે વળતર પણ દિલ્હીની આપ સરકારે આપ્યું છે. સરકારે પ્રતિ હેક્ટર ૫૦ હજાર રૂપિયાનું વળતર આપ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here