અમીર શહેરોની યાદીમાં ૯૫૦ અબજ ડૉલરની સંપત્તિ સાથે મુંબઈ ૧૨મા સ્થાને

0
185
Mumbai tops the list with 950 billion dollars in richest cities
Advertisement
Loading...

(GNS) ન્યુ દિલ્હી, ભારતનું આર્થિક પાટનગર મુંબઈ ૯૫૦ અબજ ડૉલરની મિલકત સાથે વિશ્ર્‌વના સૌથી વધુ શ્રીમંત શહેરોની યાદીમાં ૧૨મા ક્રમે છે. વિશ્ર્‌વના ટોચના ૧૫ ધનવાન શહેરમાં ન્યૂ યોર્ક પ્રથમ છે. ન્યૂ વર્લ્ડ વૅલ્થના અહેવાલ મુજબ આ યાદીમાં મુંબઈ પછી ૯૪૪ અબજ ડૉલરની કુલ મિલકત સાથે ટોરન્ટો ૧૩મું, ૯૧૨ અબજ ડૉલરની મિલકત સાથે ફ્રેન્કફર્ટ ૧૪મું અને પૅરિસ ૮૬૦ અબજ ડૉલરની મિલકત સાથે ૧૫મું છે. કુલ મિલકતમાં શહેરમાં રહેતા બધા લોકોની પ્રૉપર્ટી, રોકડ રકમ, ઇક્વિટીઝ, વ્યાપારી હિતમાંથી જવાબદારી બાદ કરીને ગણતરી કરાઇ છે. સરકારી ભંડોળને આ આંકડામાં નથી ગણવામાં આવ્યું.

વિશ્ર્‌વના સૌથી વધુ અબજોપતિ ધરાવતા ટોચના દસ શહેરમાં પણ મુંબઈનું સ્થાન છે. વિશ્ર્‌વના સૌથી મોટા શેરબજારોમાં બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ (બીએસઇ)નો ક્રમ ૧૨મો છે. આગામી દસ વર્ષમાં મુંબઈની મિલકતમાં ભારે વધારો થવાની આશા રખાય છે.

પ્રથમ ક્રમના શહેર ન્યૂ યોર્કની કુલ મિલકત ત્રણ ટ્રિલ્યન ડૉલર છે. તે પછી ૨.૭ ટ્રિલ્યન ડૉલર સાથે લંડન બીજા સ્થાને, ૨.૫ ટ્રિલ્યન ડૉલર સાથે ટોક્યો ત્રીજા ક્રમે, ૨.૩ ટ્રિલ્યન ડૉલર સાથે સાન ફ્રાન્સિસ્કો બૅ ઍરિયા ચોથા ક્રમે, ૨.૨ ટ્રિલ્યન ડૉલર સાથે બીજિંગ પાંચમા ક્રમે, બે ટ્રિલ્યન ડૉલર સાથે શાંઘાઇ છઠ્ઠા ક્રમે, ૧.૪ ટ્રિલ્યન ડૉલર સાથે લોસ એન્જલસ સાતમા ક્રમે, ૧.૩ ટ્રિલ્યન ડૉલર સાથે હૉંગ કૉંગ આઠમા ક્રમે, એક ટ્રિલ્યન ડૉલર સાથે સિડની અને સિંગાપોર નવમા ક્રમે તેમ જ ૯૮૮ અબજ ડૉલર સાથે શિકાગો દસમા ક્રમે છે.
છેલ્લાં ૧૦ વર્ષમાં જે ૧૫ શહેરની મિલકતમાં ઝડપી વધારો થયો છે તેમાં સાન ફ્રાન્સિસ્કો, બીજિંગ, શાંઘાઇ, મુંબઈ અને સિડનીનો સમાવેશ થાય છે. અગ્રણી ૧૫ શ્રીમંત મહાનગરોની યાદીમાંથી હ્યુસ્ટન, જીનીવા, ઓસાકા, સૉલ, શેન્ઝેન, મૅલ્બર્ન, ઝુરિક અને ડૅલાસનો સમાવેશ નથી થતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here