મોદી મેજીક….782નો ગેસ હવે 994માં પધરાવશે સરકાર….!! જાણો વિગત

0
345
Advertisement
Loading...

ન્યુ દિલ્હી : ગુજરાત અને દેશમાં ટાટાની નેનો ભલે સફળ ના થઇ પણ એમ લાગે છે કે કેન્દ્રની વર્તમાન એનડીએની સરકારે નેનો ટેકનોલોજી અપનાવી હોય તેમ પહેલાં તો પેટ્રોલ-ડીઝલના ભાવ 15 દિવસે વધઘટ કરવાની પ્રથામાં ફેરફાર કરીને રોજેરોજ એટલે કો નેનો કરતાં ફમ માઇક્રો-સુક્ષ્મ- કરી નાંખી અને લોકોને પેટ્રોલ-ડિઝલ કેટલું મોંઘુ થયું તેની રોજેરોજ જાણ ના થાય. તેમ હવે રાંધણ ગેસના એક બાટલાના 3 ભાગ કરવાની નેનો ટેકનોલોજી અપનાવીને 14.2 કિ.ગ્રા.ના બાટલાના સ્થાને હવે 5 કિલોના રાંધણ ગેસના બાટલા આપશે.

ભાવ હશે અંદાજે 350 રૂપિયા. જો ગણતરી કરીઓ તો 5-5 કિલોના 3 બાટલા 1050માં પડશે. 14.2 કિ.ગ્રા.નો બાટલો દિલ્હીમાં 783 રૂપિયામાં પડે છે. જે હવે 5-5 કિલોના 3 ગણીએ તો અંદાજે એક હજારમાં પડશે..!! આ અંગેની માહિતી એવી છે કે પ્રજાના પૈસે અઢળક નફો કરનાર આઇઓસી-તેલ કંપનીના ચેરમેન સંજીવસિંહ દ્વારા એવી જાહેરાત થઇ છે કે ઉજ્જવલા યોજના હેઠળ લોકોને ગેયના બાટલા મેળવવામાં પડતી મુશ્કેલી અને ઉંચી કિંમતને કારણે હવે 5 કિલોના રાંધણ ગેસના બાટલા અપાશે.

જેની અંદાજીત કિંમત 350 રૂપિયા હશે. તેઓ કહે ચે કે આ ભાવ ગરીબોને પોષાશે. પ્રથમ નજરે સરકારની આ યોજના સીધી અને સરળ તથા પ્રજાલક્ષી લાગે છે પણ વાસત્વમાં એવું છે ખરૂ? વાસ્તવમાં હિસાબ માંડીએ તો 5 કિલોનો એક બાટવો 350 રૂપિયામાં સરકાર આપશે. હાલમાં 14.2 કિલોના બાટલા મળે છે. જેની કિંમત દેશની રાજધાની દિલ્હીમાં રૂ. 783 છે. એક બાટલો સરેરાશ વપરાશ પ્રમાણે એક મહિનો ચાલે.

એટલે એક ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારે 5-5 કિલોના 3 બાટલા લેવા પડે. સરવાળો કરીએ તો 350 પ્રમાણે 1050 થાય છે. જો 14.2 કિ.ગ્રા. માટે 783 રૂપિયા પ્રમાણે જોવા જઇએ પાંચ કિલોના બાટલાની કિંમત 276 રૂપિયાથી વધારે ન થાય તેને બદલે હવે 350 રૂપિયા ચુકવવા પડશે એટલે કે પાંચ કિલોએ 74 રૂપિયાનો સીધો જ બોઝો ગરીબોના માથે નાખી દેવામાં આવ્યો. વળી એક મહિનામાં ત્રણ બાટલા તો લેવા જ પડે તો 15 કિલો પ્રમાણે 1050 રૂપિયા.

આમાં ગરીબ-મધ્યમ વર્ગને ફાયદો થયો કે સરકારને લાભ થયો? સરકારની આ જાહેરાતને આવકાર આપનારા ગણતરી કરે તો સામાન્ય ભણેલાને પણ સમજાય કે 5 કિલોનો બાટલો મહિનાના અંતે મોંઘો પડે અને 782ના બદલે 1050 આપવા પડે. એટલે કે 300 રૂપિયા વધારે જાય છે. સામાન્ય લોકો તો એમ જ વિચારશે કે 350માં ગેસનો બાટલો મળશે.

પણ 14.2 કુ.ગ્રા.નો નહી માત્ર 5 કિલોનો. અને વપરાશ પ્રમાણે મહિને 5-5 કિલોના 3 બાટલા લાવશે ત્યારે મહિને 250થી 300 રૂપિયા વધારે જશે. તો શું આ યોજના સારી ગણાય કે પ્રજા વિરોધી? રાજકીય સૂત્રો કહે છે કે સરકારની એવી નીતિ છે કે લોકોને મોંઘવારીનો અહેસાસ થવા દેવો નહીં. જેમ કે પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં એટલે ઉહાપોહ થતો.

હવે સરકારના કોઇ ફળદ્રુપ ભેજાબાજ અધિકારીએ 15 દિવસને બદલે રોજ ભાવમાં વધઘટનો નિર્ણય કર્યો. અને તે પણ તેની જાણ મોડી રાત્રે પંપ માલિકોને કરવી જેથી મિડિયામાં રોજનો ભાવ આવે જ નહીં. હવે થાય છે એવું કે 15 દિવસે લોકોને ધીમે ધામે ખબર પડે કે ઓહ, ભાવ વધી ગયા. પણ ત્યાં સુધીમાં સરકારી તિજોરીમાં કરોડો રૂપિયા ભેગા થઇ જાય છે.

એવું જ હવે ગેસના બાટલામાં નવતર પ્રયોગના નામે લોકોને બાટલામાં ઉતારવાનો સરકારી પ્રયાસ હોવાનું મનાઇ રહ્યું છે. સરવાળે 5 કિલોના બા઼ટલાની સ્કીમ લોકો માટે મોંઘી પડે તેમ છે. દરમ્યાન ચેરમેન સંજીવસિંહે જણાવ્યું હતું કે આ યોજનાનો કેટલાક પસંદગીના સ્થળોએ અમલ કરાશે. બીજી સમસ્યા સિક્યુરિટી કિંમતની છે. મોટા બાટલા માટે સિક્યુરિટી કિંમતમાં રૂ. 1,250ની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપે છે.

બે નાના બાટલાની સિક્યુરિટી કિંમત રૂ. 1,600 હશે આ અંગે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે.
ગેસ કનેકશન ધરાવનાર સામાન્ય પરિવાર વર્ષે 7.6 બાટલા લે છે જ્યારે ઉજ્જવલનો ગ્રાહક સરેરાશ 3.8 ટકા જ નવા બાટલા લે છે. નાના બાટલાની યોજનાનો આરંભ થતાં તેમાં વધારો થઈ શકે છે. ઉજ્જવલા યોજના હેઠળ હાલમાં 3.30 કરોડ ગેસ કનેકશન છે.

આમાં 44 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિનો સમાવેશ થાય છે. (જી.એન.એસ.)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here