જો આ પાંચ વાયદા પુરા કરે તો, મોદી સરકાર માટે 2019ની રાહ આસાન થઇ શકે છે

0
222
Advertisement
Loading...

મોદી સરકારની વર્ષ 2014-15માં જે લોકપ્રિયતા હતી તે હવે ધીરે ધીરે ઘટતી જઇ રહી છે. તેના મુખ્ય કારણ સરકાર દ્વારા લેવામાં આવેલ નોટબંદી અને જીએસટીનો નિર્ણય છે. મોદી સરકારે રાતોરાત નોટબંદીનો નિર્ણય લઇને જનતાને સ્તબ્ધ કરી દીધી હતી. આ નિર્ણય બાદ દેશની કરોડો જનતાએ બેંકની બહાર પોતાના નાણાં લેવા લાઇનમાં ઉભા રહેવું પડ્યુ હતુ. જેનાં કારણે મોદી સરકાર પર જનતાનો રોશ વધ્યો હતો

2019ની રાહ આસાન બનાવવાનાં આ છે પાંચ કારણો

1) મોદી સરકારે જનતાને કરેલ વાયદાઓ લોકસભા ચુંટણી પહેલા પુરા કરે તો, જેમ કે મોદીએ નોટબંદીનાં નિર્ણય બાદ કહ્યુ હતુ કે, આ નોટબંદીથી કાળુનાણું એટલુ બહાર આવશે કે દરેકનાં બેંક ખાતામાં 15-15 લાખ જમા કરાવીશું જો તે કરવામા સરકાર સફળ થશે તો જનતાનાં રોષમાં ઘટાડો આવી શકે છે. જીએસટી લાગુ થયા બાદ દેશમાં લાખો લોકોએ પોતાની નોકરી પરથી હાથ ધોવા પડ્યા હતા હવે જો સરકાર તે વિષયે કોઇ સકારાત્મક પગલા ભરશે તો દેશનો મિજાજ બદલાશે અને તેનો ફાયદો મોદી સરકારને આગામી લોકસભાની ચુંટણીમાં થઇ શકે છે.

2) પાકિસ્તાનની જેલમાં સજા કાઢી રહેલા કુલભુષણ જાદવને મોદી સરકાર જરૂરી કાર્યવાહી કરીને સુરક્ષિત ભારત લાવે છે અને તેને દુનિયાભરમાં સન્માન અપાવી શકે તો મોદી સરકાર માટે તે મોટી સફળતા કહેવાશે.

3) દેશમાં બેરોજગારી વધી રહી છે અને નોકરીઓ ઘટી રહી છે. જો દેશમાં નોકરીઓની તકોમાં વધારો કરવામાં સરકાર સફળ રહે તો ઘણા લોકોને રોજી મળી રહે. સરકાર આ મુદ્દે કોઇ ખાસ નિર્ણય લે તો તેની લોકપ્રિયતામાં ફરી વધારો આવી શકે છે.

4) આપણો દેશ ખેતીપ્રદાન છે અહી ખેડૂતો અવારનવાર મોતને ભેટી રહ્યા છે, સરકાર દ્વારા ખેડૂતોને ઘણી મદદનું એલાન કરવામાં આવતુ હોય છે પરંતુ શું તે મદદ ખેડૂત સુધી પહોચે છે કે કેમ? જો નથી પહોચતી તો તેનું કારણ શું છે? તે જાણવાનો સરકાર પ્રયત્ન કરે અને યોગ્ય મદદ ખેડૂતોને પહોચાડે તો તેમને સીધો લાભ મળી શકે છે.

5) આજે દેશમાં મોંઘવારીએ પાછલા વર્ષનાં બધા જ રેકોર્ડો તોડી દીધા છે, ત્યારે સરકાર આ મોંઘવારીને દાબી શકે તેવા નિર્ણયો લઇ દેશની જનતાને ભેટ આપી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here