કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિરમાં પુરૂષ-મહિલા ટૂંકા વસ્ત્રો પહેરી દર્શન નહીં કરી શકે

0
63
Advertisement
Loading...

કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં ભગવાનના દર્શન માટે આવનારા પુરુષ અને મહિલા હવે ટૂંકા કપડા પહેરીને ભગવાનના દર્શન નહીં કરી શકે. ભક્તોને પશ્ચિમ મહારાષ્ટ્ર દેવસ્થાનના અધ્યક્ષ મહેશ જાધવે અપીલ કરી છે કે ૧૦ ઓક્ટોબરથી મંદિરમાં ટૂંકા કપડા પહેરીને ન આવેે, નહીંતો તેમને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. મહેશ જાધવે કહ્યું છે કે જો કોઈ ભક્ત નાના કપડાં પહેરીને આવી પણ જાય છે, તો મંદિર એડમિનિસ્ટ્રેશન તરફથી તેને કપડા બદલવા માટે રૃમની સગવડ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૧૦ ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ ઉત્સવની શરૃઆત થઈ રહી છે. તેને જ ધ્યાનમાં રાખીને દેવસ્થાન પ્રબંધન સમિતિ, પશ્ચિમી મહારાષ્ટ્ર, કોલ્હાપુરના મંદિરની પવિત્રતા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગઇકાલે સાંજે એક ન્યુઝ કોન્ફરન્સને સંબોધતા પશ્ચિમ મહારાષ્ટ્ર દેવસ્થાન સમિતિના ચેરમેન મહેશ જાધવે કહ્યું કે આ પ્રતિબંધ તિરૃપતિ મંદિરે મૂકેલા પ્રતિબંધને ધ્યાનમાં રાખીને લીધો છે. જે લોકો મંદિરમાં માતાના દર્શન માટે આવે છે તેમણે સંપૂર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરીને આવવું પડશે.

જાધવે જણાવ્યું, *ઘણા શ્રદ્ધાળુઓની વિનંતીને ધ્યાનમાં રાખીને અમે સ્ત્રીઓ અને પુરુષો બંનેને અપીલ કરી છે કે કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં ટુંકા વસ્ત્રો પહેરીને ન આવે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here