વરરાજાએ લગ્નના 2 દિવસ પહેલા જ પ્રેમિકા સાથે બાંધ્યા શારીરિક સંબંધ પછી શું થયા હાલ, જાણો વિગત

0
219
Advertisement
Loading...

તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો કે પરણવા જઈ રહેલ વરરાજા મંડપે પહોંચવાને બદલે સીધો જેલમાં પહોંચ્યો હતો. મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાં ઘોડી ચડેલા વરરાજાની પોલીસે ધરપકડ કરી હતી.

સમગ્ર ઘટના એવી રીતે બની હતી કે વરરાજાએ એક યુવતીને લગ્નની લાલચ આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ પોતાના લગ્નના 2 દિવસ પહેલા જ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને રેપ ગુજાર્યો હતો.

પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો છે. પોલીસે જણાવ્યા મુજબ આ ઘટના બાલઘાટ જિલ્લામાં આવેલ વારાસિવનીના સિકંદરા ગામની છે.

આરોપી દિનેશના 2 વર્ષથી ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે કેટલીય વખત શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

આ દરમિયાન પરિવારજનોએ દિનેશના લગ્ન બીજે ક્યાંક નક્કી કર્યા હતાં. 31 માર્ચે દિનેશના લગ્ન થવાના હતાં પણ લગ્નના બે દિવસ પહેલાં જ તેણે પોતાની પ્રેમિકાને બોલાવી હતી અને વધુ એક વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

વરરાજાની પ્રેમિકાને દિનેશના લગ્નની જાણ થઈ તો પ્રેમિકાએ લગ્નના દિવસે જ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે પોલીસે ઘોડી ચડેલા આરોપીની ધરપકડ કરી હતી.

પીડિતાની ફરિયાદના આધારે પોલીસે જ્યારે આરોપીનો મોબાઈલ ચેક કર્યો તો સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. ઉલ્લેખનીય છે કે 2016થી જ દિનેશનો પોતાના જ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.

લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધી લીધા હતા.

જાનની વચ્ચેથી વરરાજાની ધરપકડ થતાં દિનેશના પરિવારજનો, સંબંધીઓ અને ગ્રામજનોમાં હડકંપ મચી ગયો હતો.

વરરાજાની પાછળ-પાછળ મોટી સંખ્યામાં પરિવારજનો અને ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.

પોલીસ સ્ટેશને પહોંચીને સમગ્ર ઘટનાની જાણ થતાં આખી જાન પરત જતી રહી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here