લોકસભાની ચૂંટણી નજીક આવતા : રાજકીય પક્ષોએ શરૂ કરેલી નઠારી રાજનીતિ દેશને ક્યાં લઇ જશે?

0
66
Advertisement
Loading...

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં સત્તા સુખ મેળવવા માટે રાજકીય પક્ષો દ્વારા નઠારી રાજનીતિ શરૂ કરવામાં આવી છે. આ પ્રકારની અધમ કક્ષાની રાજનીતિનું ઉદાહરણ હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે જ્યાં એક ૧૪ મહિનાની બાળા પર બળાત્કાર કરાયા બાદ પરપ્રાંતિયો પર હુમલાઓનો દોર શરૂ થઇ ગયો છે.

આ ઘટના ખરેખર હિચકારી અને નિંદનીય છે અને તે માટે આ કૃત્ય આચરનારને આકરામાં આકરી સજા મળવી જોઇએ. પરંતુ તેના માટે સમગ્ર સમુદાયને નિશાના પર લેવો ઉચિત ન લેખી શકાય. જોકે આ ઘટનામાં પણ રાજકીય પક્ષોને પોતાનો સ્વાર્થ દેખાઇ ગયો છે અને તેઓ તેનો ભરપૂર લાભ ઉઠાવવામાં કોઇ કચાશ બાક રહ્યા નથી.

પરંતુ તેમની આ સ્વાર્થી રાજનીતિ દેશ માટે ખતરાની ઘંટડી સમાન દેખાઇ રહી છે. ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો હિજરત કરી રહ્યાં છે તો બીજી તરફ ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ પરપ્રાંતિયો પર ખતરો તોળાવા લાગ્યો છે. ઉત્તર પ્રદેશના બનારસમાં તો યુપી-બિહાર એકતા મંચ દ્વારા ખુલ્લી ચેતવણી ઉચ્ચારી દેવામાં આવી છે કે અહીંથી ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયનો એક સપ્તાહમાં ચાલ્યા જાય નહીંતર તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ પરથી એવું દેખાઇ રહ્યું છે કે ટૂંક સમયમાં જ ગુજરાતથી ઉઠેલી આગ સમગ્ર દેશમાં ફેલાઇ જશે. રાજ્યો-રાજ્યો વચ્ચે ઘર્ષણ ઉભુ થશે અને દેશ ગંભીર સંકટમાં મૂકાઇ જશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here