લોકસભા-વિધાનસભાની ચૂંટણી ૨૦૨૪ પહેલાં એક સાથે કરાવવી અશક્ય!

0
192
Lok Sabha-assembly elections can be held simultaneously before 2024
Advertisement
Loading...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આશ્ર્‌ચર્યો સર્જવાના ખેલાડી છે. આપણે તેમની કાર્યપ્રણાલી કે નિર્ણયો અંગે ભવિષ્ય ન ભાખી શકીએ. એમના નિર્ણયો અકલ્પ્ય હોય છે. વડા પ્રધાન તરીકેની તેમની અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન ઘણા આશ્ર્‌ચર્ય અને આંચકા તેમણે આપ્યા છે. નૉટબંધી અને જીએસટી બાબતે ઉભરાયેલા લોક આક્રોશને તેમણે ધીરે ધીરે એવી રીતે શમાવી દીધો છે કે જાણે કંઈ બન્યું જ નથી અને તેથી જ હવે તેમનું રૂઢિગત ડહાપણ એવું સૂચવતું હોય કે લોકસભાની ચૂંટણી ધાર્યા કરતાં કે નિયત સમયથી પહેલાં કરાવવી તો આપણને આશ્ર્‌ચર્ય ન થવું જોઈએ.

આમ તો ૧૬મી લોકસભાની મુદત મે, ર૦૧૯માં પૂરી થાય છે, પરંતુ મોદી એ ચૂંટણી વહેલી કરાવે તેના માટે ઘણાં કારણો પણ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેના સંકેતો મળી રહ્યા છે. તેમાં પણ ગુજરાતની ચૂંટણીનાં પરિણામોથી એ સ્પષ્ટ થયું છે કે વિપક્ષ તરીકે કૉંગ્રેસે પગ પહોળા કરવા માંડ્યા છે. તેમ છતાં મોદી અને અમિત શાહ ચૂંટણી અંગે શું યોજના બનાવતા હશે એ કહી શકાય તેમ નથી, પરંતુ એપ્રિલ-મે, ર૦૧૯ સુધી રાહ જોવા કરતાં ર૦૧૮ના અંતભાગમાં ચૂંટણીઓ યોજવા અંગેનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. મોદીના ર૦૧૪ની ચૂંટણી પ્રચારમાં સક્રિય રહેલા રાજેશ જૈને એક વેબસાઈટ બનાવી છે, તેમાં તેણે હવે પછીના સો દિવસની અંદર ભાજપ માટે ચૂંટણી યોજી દેવી જરૂરી છે, તેનું કહેવું છે કે હવે આ વર્ષના અંત સુધીમાં સરકાર પાસે આશ્ર્‌ચર્ય સર્જવા જેવી ઘટના દેખાતી નથી. અત્યાર સુધી જે કર્યું છે, એ સફળતા કે સિદ્ધિઓનો લાભ લઈ લેવો જોઈએ. રોજગારી મોરચે રહેલી અધૂરાશ અને ખેડૂતોની હતાશા દૂર કરવાનાં પગલાં અત્યારે કામ લાગશે.

બાર જેટલાં કારણો છે, ભાજપ માટે કે ચૂંટણી ર૦૧૮ના અંતમાં કરાવી લેવી બારમાંથી છ કારણો પ્રાથમિક તબક્કાનાં છે અને બીજાં છ, અનુમાનલક્ષી છે. એક કારણ એવું છે કે હવે ર૦૧૪ની જેમ ર૮ર બેઠકો લોકસભામાં મળવી મુશ્કેલ છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ, આ રાજ્યોમાં ભાજપની ૪૦થી પ૦ બેઠકો ઓછી થાય તેમ છે. બીજું કારણ એ છે કે અત્યાર સુધી સરકારે આપેલાં વચનો અને વાસ્તવિકતા વચ્ચે મોટી ખાઈ રહી છે. જેમ કે રોજગારી, ખેડૂતોની હતાશા! જે હવે પછીના બાર મહિનામાં પણ સાકાર થઈ શકે તેમ નથી. તો શા માટે રાહ જોવી? ત્રીજી આર્થિક સ્થિતિ. સરપ્લસ ફંડ મર્યાદિત છે. જીએસટીમાં સુધારા, બૅન્ક રિ-કૅપ યોજના, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ. આ બધાના કારણે આર્થિક શક્તિમાં વધારો થવાનો નથી. હવેનું ચોમાસું છેલ્લા બે ચોમાસા જેવું જ રહેશે તેમ માની ન શકાય. ચોથા કારણમાં એજ વસ્તુ છે કે ઓછા વરસાદના કારણે ગ્રામીણપ્રજાની લાગણી દુભાશે અને મતદાન પર અસર પાડશે. પાંચમા કારણમાં સત્તાધારી પક્ષ પાસે ચૂંટણી માટે સજ્જ થયેલાં સાધનો હોય જ અને આશ્ર્‌ચર્ય આપીને અડધી લડાઈ જીતી લેવાનું ચૂકવું ન જોઈએ. છેલ્લું અને છઠ્ઠું કારણ એ છે કે વધારે સમય આપીને વિપક્ષોને એક થવાની શા માટે તક આપવી?
અનુમાનલક્ષી કારણોમાં વડા પ્રધાને છેલ્લા થોડા દિવસમાં આપેલા બે ઈન્ટરવ્યૂ, રિપબ્લિક ટીવીના જણાવ્યા મુજબ એનડીએને ૩૩પ બેઠકો મળવાની શક્યતા. વડા પ્રધાનની દાવોસ મુલાકાત અને પાથરેલી અદ્ભુત પ્રતિભા. ર૬ જાન્યુ.ના દિવસે ૧૦ જેટલા એશિયન નેતાઓની રહેશે ઉપસ્થિતિ અને ૧લી ફેબ્રુઆરીએ રજૂ થનારું મોદી સરકારનું છેલ્લું બજેટ, જે બધાને ખુશ કરનારું હશે, તેનો લાભ વહેલી ચૂંટણીમાં જ લઈ શકાય તેમ છે અને છેલ્લું કારણ આઠ રાજ્યોની ચૂંટણી સાથે લોકસભાની ચૂંટણી યોજી દઈને કરોડો રૂપિયા બચાવી લેવાનો વ્યૂહ છે.

વહેલી ચૂંટણી ન યોજવા પાછળનાં પણ સબળ કારણો છે. ૧૯૭૦માં ઈન્દિરા ગાંધીની સફળતા અને ર૦૦૪માં અટલજીની નિષ્ફળતા વહેલી ચૂંટણીના કારણે હતી. સફળતાની શક્યતાની ટકાવારી પચાસ પચાસ ટકા થઈ શકે. ગ્રામીણ અર્થતંત્ર કદાચ લોકોને સરકારની વિરુદ્ધ લઈ જાય, હાલની ચૂંટણીઓનાં પરિણામો ભાજપ માટે સંતોષકારક નથી. વાતાવરણ સુધારવું જરૂરી છે. વિપક્ષોએ એક થવાનું કાર્ય ઝડપી બનાવ્યું છે અને છેલ્લો નકારાત્મક મુદ્દો છે. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાય મૂર્તિઓના બળવાથી સર્જાયેલું વાતાવરણ હવે પછી ચૂંટણી કમિશનને ટૂજી કેસનો જે રીતે ચુકાદો આવ્યો છે તેની અસર લાલુ પ્રસાદને થયેલી સજા અને શિવસેનાએ ફાડેલો છેડો એ બધાનું પૃથ્થકરણ હજુ બાકી છે.
હા, લોકસભાની ચૂંટણી વહેલી થઈ શકે, પરંતુ રાજ્યોની ચૂંટણી સાથે લોકસભાની ચૂંટણી યોજવા માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી છે એમ કરવું હોય તો એ ર૦ર૪ની સાલ પહેલાં શક્ય નથી.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here