રાહુલ ગાંધીને અા બે મહિલા નેતા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નહીં બનવા દે

0
119
Advertisement
Loading...

રાહુલગાંધીને પાર્ટીના પીઅેમ પદવા ઉમેદવાર ઘોષિત કરવાના 2 દિવસ બાદ હવે કોંગ્રેસે જણાવ્યું છે કે, વિપક્ષી પાર્ટીઅો વચ્ચે પણ પીઅેમ ઉમેદવાર બાબતે સહમતી બનાવવાની કોશિષ કરી રહી છે. જો મહાગઠબંધનમાં જોડાયેલી પાર્ટીઅો રાહુલ ગાંધીને પીઅેમ પદના ઉમેદવાર સામે વિરોધ નોંધાવશે તો ક્ષેત્રિય પાર્ટીના ઉમેદવારને પણ કોંગ્રેસ સહર્ષ સ્વીકારી શકે છે. મોદીને રોકવા માટે કોંગ્રેસ પાસે હવે કોઇ વિકલ્પ બચ્યો નથી. મોદીને અેક સાથે મળીને નહીં રોકી શકાય તો 2019માં પણ ભાજપ દિલ્હીની ગાદી કબજે કરી શકે છે. કોંગ્રેસ મોદીને રોકવા માટે કડવા ઝેરનો ઘૂંટડો પી જવા પણ તૈયાર છે. રાહુલને પીઅેમ પદના ઉમેદવાર ઘોષિત કરવા છતાં કોંગ્રેસ ઝૂકી શકે છે.

હાલમાં પીઅેમ પદવા ઉમેદવાર સામે મમતા બેનરજી અને માયાવતી સૌથી મોટા વિલન બની રહ્યા છે. અા બંને મહિલાઅો ઇચ્છતી નથી કે રાહુલ ગાંધી પીઅેમ પદવા ઉમેદવાર ઘોષિત થાય. મહાગઠબંધન બને તો ઉત્તર પ્રદેશમાં બસપા અને કોંગ્રેસે હાથ મિલાવવો પડે અને બંગાળમાં મમતાઅે કોંગ્રેસ સાથે સમાધાન કરવું પડે. અા સ્થિતિમાં પીઅેમ પદના ઉમેદવાર નબળા હોય તો અા બંને પાર્ટીને સ્થાનિકમાં નુક્સાન ઉઠાવવું પડે તેવો ડર છે. ગત ચૂંટણીમાં તો માયાવતીને અેક પણ બેઠક મળી ન હતી.

મમતા બેનરજીનો બંગાળ પર દબદબો છે. મહાગઠબંધન કોઈ પણ સંજોગમાં મમતા બેનરજી મહાગઠબંધનમાંથી બહાર નીકળી જાય તેમ ઇચ્છતું નથી. કોંગ્રેસ જો પીછેહઠ કરશે તો અારજેડી, સપા, બસપા અને મમતા બેનરજીને થોડી રાહત મળશે. હાલમાં ફક્ત કર્ણાટકમાંથી દેવગૌડાઅે જ રાહુલના પ્રધાનમંત્રી બનવા સામે કોઈ વિરોધ ન હોવાનું ખૂલીને કહ્યું છે. મમતાઅે તો બે દિવસ પહેલાં જ કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરી અેકલા હાથે ચૂંટણી લડવા માટેનો સંકેત અાપ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here