મનોરંજન માટે ટ્રેનોમાં સીટની પાછળ મુકાયેલી એલસીડી સ્ક્રીનો હટાવી લેવાશે.

0
155
LCDs behind the seat in trains for recreation will be removed
Advertisement
Loading...

AHMEDABAD,અમદાવાદ-મુંબઇ શતાબ્દી એક્સપ્રેસ, અમદાવાદ-બેંગાલુરુ વચ્ચે દોડતી હમસફર અને દિલ્હી-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસમાં મુસાફરોની સીટોની પાછળ લગાવવામાં આવેલી એલસીડી સ્ક્રીનો હટાવી લેવાનો રેલવે બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. આ અંગેની જાણકારી પણ તમામ ઝોનલ કચેરીઓને આપી દેવાઇ હોવાનું રેલવેના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે. તેને બદલે હવે લાંબા અંતરની ટ્રેનોમાં ફ્રિ વાઇફાઇની સુવિધા આપવાનું આયોજન કરાઇ રહ્યું હોવાનું જાણવા મળે છે.

અમદાવાદ-મુંબઇ શતાબ્દી, અમદાવાદ-બેંગાલુરુ હમસફર અને તેજસ એક્સપ્રેસમાં આ સુવિધા હવે જોવા નહીં મળે ટ્રેનોમાં મુસાફરોને આરામદાયક અને સંપૂર્ણ સુવિધાયુક્ત મુસાફરી પુરી પાડવાનો પ્રયાસ અધવચ્ચે જ દમ તોડી રહ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. મુસાફરી દરમિયાન કંટાળો ન આવે તે માટે ફિલ્મો જોવા, વિડિયો ગેમ રમવા માટે સીટીની પાછળ ખાસ પ્રકારની એલસીડી સ્ક્રીનો ઉપરોક્ત ટ્રેનોમાં મુકવામાં આવી હતી. જોકે કેટલાક અશિસ્ત મુસાફરો દ્વારા તેને નુકશાન પહોંચાડાતા મોટાભાગની એલસીડી સ્ક્રીનો લગભગ હાલમાં બંધ હાલતમાં પડી છે. મુસાફરો દ્વારા એલસીડી સ્ક્રીનને નુકશાન પહોંચાડવું, વાયરો તોડી નાંખવા, હેડફોન ગાયબ કરી દેવા, પાવર સ્વીચ તોડી નાંખવા જેવું અસંસ્કારી અને બિનશોભાસ્પદ વર્તન કરાઇ રહ્યું હોવાનું રેલવેના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે.

જેને લઇને હવેથી આ ટ્રેનોમાં આ પ્રકારની ઇન્ફોટેનમેન્ટની સિસ્ટમ જ દુર કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે રેલવે બોર્ડના ડાયરેક્ટર ઓફ ઇફોર્મેશન એન્ડ પબ્લિસીટી વેદ પ્રકાશના જણાવ્યા મુજબ તેજસ એક્સપ્રેસની સમીક્ષામાં ઇન્ફોટેનમેંન્ટની સુવિધા તૂટેલી હાલતમાં જોવા મળી હતી. હવે મુસાફરો સ્માર્ટ ફોન અને ફોનમાં વાઇ-ફાઇની સુવિધા વાપરવાનું વધુ પસંદ કરતા જોવા મળી રહ્યા છે. આવામાં હવે ટ્રેનોમાંથી એલસીડી સ્ક્રીનની સુવિધા તાત્કાલિક ધોરણે દુર કરી દેવામાં આવશે. તેઓના જણાવ્યા મુજબ હવેથી લાંબા અંતરની ટ્રેનોમાં પણ મફત વાઇ-ફાઇની સુવિધા પુરી પડાશે. હાલમાં માત્ર પ્રિમિયમ ટ્રેનોમાં જ આ સુવિધા પુરી પડાઇ રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here