કાશ્મીર : પીડીપી ધારાસભ્યના ઘરેથી એકે-૪૭ લઇ ભાગનાર એસપીઓ આતંકી બની ગયો

0
95
Advertisement
Loading...

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શુક્રવારે પીડીપી ધારાસભ્યના ઘરેથી એકે-૪૭ રાયફલ અને અન્ય હથિયારો લઇને ફરાર થયેલ વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) આદિલ બશીર અબ હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી બની ગયો છે. તે શોપિયામાં આ આતંકી સંગઠનમાં જોડાઇ ગયો છે. તેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે જેનાથી તેનો ખુલાસો થયો કે તે હવે હિજબુલનો આતંકી છે. આ તસવીરોમાં તે હિજબુલના ચાર આતંકીઓ અને ચોરીના હથિયારો સાથે જોવા મળી રહ્યો છે.

બશીર પીડીપી ધારાસભ્ય એઝાઝ અહેમદ મીરના શ્રીનગરમાં જવાહર નગર વિસ્તારમાં સ્થિત આવાસ પર તૈનાત હતો. તે શુક્રવારે અહીંથી એકે -૪૭ રાયફલ અને અન્ય હથિયારો લઇને ફરાર થઇ ગયો હતો. તે પીડીપી ધારાસભ્યના ઘરેથી ૫ એકે-૪૭ રાયફલ, ૪ આઇએનએસએએસ રાયફલ અને ૧ પિસ્ટોલ લઇને ફરાર થઇ ગયો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે હવે તેને પકડવા માટે ઘાટીમાં એલર્ટ જારી કર્યું છે. તેના અંગે માહિતી આપવનારને રૂ. ર લાખનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તે શોપિયાનો જ રહેવાસી હોવાનું કહેવાઇ રહ્યું છે.

એસપીઓ રહી ચૂકેલા બશીરના હિજબુલમાં સામેલ થવાના અહેવાલો એવા સમયે સામે આવ્યા છે જ્યારે આતંકી સંગઠને ગત દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં સરકારી નોકરીઓમાં કાર્યરત લોકોને નોકરી છોડવા કે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ૩ એસપીઓનું આતંકીઓએ અપહરણ કરી હત્યા કરી દીધી હતી જે બાદ એવા અહેવાલો પણ સામે આવ્યા કે અનેક એસપીઓએ પોલીસની નોકરી છોડી દીધી છે. જોકે ગૃહ મંત્રાલયે આવા અહેવાલનોને ફગાવતા તેમને પ્રોપેગ્રેન્ડા ગણાવ્યો હતો. આ પ્રથમ ઘટના નથી જ્યારે કોઇ એસપીઓ આતંકી સંગઠનમાં જોડાયો હોય. આ પહેલા જૂનમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યારે પુલવામાનો એક એસપીઓ હિજબુલ મુજાહિદ્દીનમાં જોડાઇ ગયો હતો. તે પણ એકે-૪૭ રાયફલ લઇને ભાગ્યો હતો. પંપોર પોલીસ સ્ટેશનથી રવાના થયા બાદ તેના વિશે કોઇ જાણકારી મળી ન હતી. બાદમાં હિજબુલે સ્થાનિક સમાચાર એજન્સીએ કહ્યું હતું કે ઇરફાન અહેમદ ડાર હવે તેના સંગઠનમાં જોડાઇ ચૂક્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here