તામિલનાડૂના પૂર્વ CM કરૂણાનિધિનું દેહાવસાન,સમર્થકો બન્યા શોકમગ્ન

0
74
Advertisement
Loading...

લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા DMKના દિગ્ગજ નેતા અને તામિલનાડૂના પૂર્વ મુખ્યપ્રધાન કરૂણાનિધિએ સ્થાનિક કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ગતરોજ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવેલ છે કે, DMKના સુપ્રિમો માટે આગામી 24 કલાક તેમના માટે ખુબ જ અગત્યના છે. આ ઘટના બાદ તેમના ધર્મપત્ની પણ તાત્કાલિક અસરથી દવાખાને પહોંચ્યા હતા.

કાવેરી હોસ્પિટલે ગત મોડી રાતે જાહેર કરેલ મેડિકલ બુલેટિનમાં કહેવાયું હતું કે, DMKના નેતા કરુણાનિધિની સ્થિતિ હાલ ગંભીર છે. ઉંમરના કારણે તેમના શરીરમાં તમામ અંગો યોગ્ય રીતે કામ કરતા નથી.

ત્યારે તાજેતરમાં પ્રાપ્ત થયેલ સમાચાર મુજબ 94 વર્ષની વય ધરાવતા કરૂણાનિધિએ કાવેરી હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. કરૂણાનિધિની હાલ ગંભીર હોવાને કારણે ડોક્ટરોની એક ખાસ ટીમ તેમના પર નજર રાખી રહી હતી.

આપને જણાવી દઇએ કે, 2018ની 3 જૂનના રોજ કરૂણાનિધિએ તેમનો 94મો બર્થ ડે ઉજવ્યો હતો. DMKના સુપ્રિમોની ઓળખ પામેલ કરૂણાનિધિ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે.

તામિલનાડૂના પૂર્વ મુખ્યપ્રધાન કરૂણાનિધિનાં અવસાનના સમાચાર સાંભળીને સમર્થકોમાં શોક જોવા મળ્યો હતો અને મોટાભાગના સમર્થકો દવાખાના બહાર આવી પહોંચ્યા હતા. આ ઘટનાને પગલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને દિવંગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here