મુંબઇ સેન્સર બોર્ડના કાર્યાલય બહાર કરણી સેનાના દેખાવો : ૫દ્માવતીનો ઉગ્ર વિરોધ

0
240
Advertisement
Loading...

વિરોધ વચ્ચે ૫ણ ફિલ્મ રીલીઝ થશે તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં ઘેરા ૫ડઘા ૫ડવાની ભીતિ

ફિલ્મ પદ્માવતીના વિરોધમાં કરણી સેનાએ મુંબઈ ખાતે આવેલા સેન્સર બોર્ડના કાર્યલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. કરણી સેનાના વિરોધ પ્રદર્શન પહેલા કાર્યલાય બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કરણી સેના સતત સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહી છે.

કરણી સેનાનો આરોપ છે કે સંજય લીલા ભણસાલીએ ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કર્યા છે. જેથી રાજપુત સમાજની લાગણી દુભાઈ છે. અગાઉ કરણી સેનાએ ફિલ્મની રિલિઝ તારીખ જાહેર થતા સેન્સર બોર્ડનો વિરોધ કરવાની ધમકી આપી હતી. કરણી સેનાએ ફિલ્મ રિલિઝ થશે તો સિનેમાઘરોમાં તોડ-ફોડ અને આગ લગાવવાની ધમકી આપી હતી. અને સેન્સર બોર્ડની અધ્યક્ષ પ્રસૂન જોશીને હટાવવાની માગ કરી હતી.

કરણી સેનાએ સંજય લીલા ભણસાલી પર દેશદ્રોહનો કેસ અને હિંદુ સસ્કૃતિને વેંચવાનો આરોપ લગાવ્યો છે. જો કે દેશભરમાં થઇ રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે ૫ણ વિવાદિત બની ગયેલી આ ફિલ્મ રિલીઝ થવાની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે આગામી દિવસોમાં આ ફિલ્મ રિલીઝ થશે તો સંવેદનશીલ રાજ્યોમાં સ્થિતિ બગડવાની ભીતિ સેવાઇ રહી છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં તેના ઉગ્ર ૫ડઘા ૫ડશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here