આ મંદિરમાં યોનીની પુજા થાય છે, PM મોદી પણ ખુબ શ્રધ્ધા ધરાવે છે

0
1097
Advertisement
Loading...

ભારતના અસમ રાજ્યમાં આવેલ કામખ્યા મંદિર 52 શક્તિપીઠમાં સૌથી જુની શક્તિપીઠ તરીકે સ્થાન ધરાવે છે. જે ગુવાહાટી રેલવે સ્ટેશનથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલ છે. આ મંદિરે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવી પહોંચે છે.આ તીર્થધામ વિશે જોડાયેલ છે કેટલીયે જાણી-અજાણી વાતો જે જાણીને આપને આશ્ચર્ય થશે. આ મંદિર એક પહાડ પર બન્યું અને તેનું તાંત્રિક મહત્વ પણ છે.

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી નવરાત્રીના પહેલા દિવસે શુક્રવારના રોજ કામાખ્યા મંદિરમાં દેવીના દર્શન કરવા પહોંચ્યા હતાં. જાણો કામાખ્યા મંદિરની ખાસ વાતો.

– ગર્ભ ગૃહમાં દેવીનો કોઇ ફોટો કે મૂર્તિ નથી.

– તાંત્રિક સિદ્ધિ માટે આ સારું સ્થાન છે.

– દેવીના 51 શક્તિપાઠમાં સમાવેશ થયો છે.

– ગર્ભગૃહમાં ફક્ત યોનિના આકારનો પથ્થર છે.

– માં ભગવતિની યોનિ રૂપનું આ અનોખું મંદિર છે.

– દુનિયાભરના તાંત્રિકો માટેનું આ પૂજ્ય સ્થાન છે.

– દેવીનું યોનિરૂપ મહામુદ્રા કહેવામાં આવે છે.

– આખા બ્રહ્માંડનું કેન્દ્ર બિન્દુ માનવામાં આવે છે.

– મંદિર દરેક મહિનાનાં 3 દિવસ માટે બંધ રહે છે.

– મંદિરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જમીનથી લગભગ 20 ફીટ નીચે એક ગુફામાં સ્થિત છે.

– દસ મહાવિદ્યા, કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ધુમાવતી, બગલામુખી, માતંગી અને કમલાના પૂજા પણ કામાખ્યા મંદિર પરિસરમાં કરવામાં આવે છે.

– અહીંયા બલી ચઢાવવાની પણ પ્રથા છે. એ માટે માછલી, બકરી, કબૂતર અને ભેંસોની સાથે દૂધી, કોળું જેવા ફળ વાળા શાકભાજીની બલી પણ આપવામાં આવે છે.

– પોષ મહિનામાં અહીંયા ભગવાન કામેશ્વર અને દેવી કામેશ્વરીની વચ્ચે પ્રતીકારત્મક લગ્નના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

– માન્યતા છે કે કામાખ્યા દેવી માતા સતીના યોનિ અહીંયા પડી હતી.

(Source By : Vtvgujarati )

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here