જસ્ટિસ રંજન ગોગોઈ બન્યા સુપ્રીમ કોર્ટના 46માં મુખ્ય ન્યાયાધીશ

0
38
Advertisement
Loading...

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા નિવૃત થયા છે. ત્યારે જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટના 46માં મુખ્ય ન્યાયાધીશનો કારભાર સંભાળ્યો છે. રંજન ગોગોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખ્ય ન્યાયાધિશ પદના શપથગ્રહણ કરાવ્યા છે. પૂર્વાચલ રાજ્યમાંથી આવતા કોઈ શખ્સ તરીકે પહેલા સીજેઆઈ રંજન ગોગોઈ બન્યા છે. તેમનો કાર્યકાળ 13 માસ સુધી રહેશે. રંજન ગોગોઈનો જન્મ 18 નવેમ્બર, 1954માં થયો હતો. તેમણે ડિબ્રુગઢની ડોન બોસ્કો સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસનો અભ્યાસ કર્યો હતો.

રંજન ગોગોઈ અસમનાપૂર્વ મુખ્ય પ્રધાન કેશવ ચંદ્ર ગોગોઈના પુત્ર છે. જસ્ટિસ ગોગોઈએ 1987માં વકાલત માટે નામ નોંધાવ્યુ હતું. તેમણે ગુવાહાટીની કોર્ટમાં વકાલતની પ્રેક્ટીસ કરી હતી. 2001માં તેમને ગુવાહાટી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ રંજન ગોગોઈને 23 એપ્રિલ, 2012ના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here