જિગ્નેશ મેવાણીના વિવાદિત ટ્વીટ થી રાજકારણ ગરમાયું ? જાણો શું કહ્યું

0
272
Advertisement
Loading...

સહારનપુર હિંસાના મામલામાં આરોપી અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફ રાવણના પક્ષમાં ફરી એક વખત રાજ્યના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી છે. તેમણે ભીમ આર્મીના સંસ્થાપકને BJP માટે ડેન્જર્સને ગણાવ્યા છે અને આરોપ લગાવ્યોછે કે ચંદ્રશેખરને એ માટે જ નિશાન પર લેવામાં આવ્યા છે. તેણે ચેતવણી આપતા અંદાજમાં ટ્વીટ કર્યુ છે કે, ”ચંદ્રશેખરને કંઇ પણ થયું તો લોકતંત્ર માટે ઠીક નહી થાય.”

જિગ્નેશે ટ્વીટ કર્યુ કે, ”ભીમ આર્મીના ચંદ્રશેખર ઉર્ફે રાવણ 2019ની લોકસભાની ચૂંટણીના મુદ્દે BJPની રસ્તો રોકી રહ્યા છે, જેને કારણે તેમની પર નિશાન સાધવામાં આવ્યુ છે પરંતુ તેમને બહાર લાવવા માટે અમે સંઘર્ષ કરીશું.”

આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કર્યું હતું કે,”જો ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર રાવણ સાથે કંઇપણ થાય છે તો તે ભારતીય લોકતંત્ર માટે સારૂ નહીં થાય. પોતાનો વિશ્વાસ તૂટવા ન દો.”

વાસ્તવમાં સહારનપુર હિંસાના આરોપી ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફે રાવણ પર યોગી સરકારે નિશાન સાધ્યું છે. રાવણની સજા 3 મહિના માટે વધારી દેવામાં આવી છે. પોલીસ અને એજન્સીઓ તરફથી એક રિપોર્ટ મોકલવામાં આવી છે કે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, ચંદ્રશેખરને જો જામીન આપવામાં આવે તો ફરી કાયદા વ્યવસ્થા બગડેશે અને તે માટે તેમને જેલમાં રહેવું જ ઠીક રહેશે.

નોંધનીય છે કે ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર પર સહારનપુરમાં હિંસાનો આરોપ છે અને તે જેલમાં બંધ છે. ચંદ્રશેખર વિરૂદ્ધ અનેક એફઆઇઆર છે. એક મામલામાં સહારનપુર અને 4 મામલામાં હાઇકોર્ટ અલાહાબાદમાંથી જામીન મળ્યાં હતાં. જામીન પછી સહારનપુરમાં રાસુકા લગાવી તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે પછી ભીમ આર્મી, પ્રશાસન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી રહી છે. ભીમ આર્મીએ રાસુકા લગાવવાના વિરોધમાં યુપીના દરેક જિલ્લામાં ભૂખ હડતાલ અને પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here