બિહારમાં પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું નહિ કે જેડીયુના : LJP

0
130
Advertisement
Loading...

જેમ જેમ 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એનડીએમાં સામેલ ભાજપના ઘટક પક્ષો બેઠકના વિતરણને લઈને પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. હાલમાં યોજાયેલી કેટલીક પેટા ચૂંટણીઓમાં ભાજપના પરાજય બાદ વિપક્ષની સાથે સાથી પક્ષો પણ જોડતોડ કરવાની તક શોધી રહ્યા છે. આ જ કારણ છે કે, ગુરુવારે યોજાનારી એનડીએની મહત્વની બેઠક પહેલાં જેડીયુએ જાહેરાત કરી કે, બિહારમાં નીતિશ કુમાર એનડીએનો પ્રમુખ ચહેરો બનશે.

એનડીએમાં સામેલ બિહારની એક પ્રમુખ પાર્ટી લોક જનશક્તિ પાર્ટીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં પણ બિહારમાં નીતિશ કુમાર નહીં પરંતુ નરેન્દ્ર મોદી જ એનડીએનો પ્રમુખ ચહેરો હશે.(જી.એન.એસ.)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here