જમ્મુ-કાશ્મીર : આતંકી હુમલામાં ૪ પોલીસ જવાનો શહીદ

0
72
Advertisement
Loading...

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આજે આતંકીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. તેમાં પોલીસના ચાર જવાનો શહીદ થઇ ગયા. આ પહેલા સવારે અનંતનાગમાં થયેલી અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકી ઠાર મરાયા હતાં. તેમની પાસેથી મોટાપાયે વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

શહીદ જવાનોના નામ કોન્સ્ટેબલ ઇશફાક અહેમદ મીર, કોન્સ્ટેબલ જાવેદ અહેમદ ભટ, કોન્સ્ટેબલ મોહમ્મદ ઇકબાલ મીર અને સ્પેશિયલ પોલીસ ઓફિસર આદિલ મંજૂર ભટ છે.

મળતી માહિતી અનુસાર આતંકીઓ સુરક્ષા દળોના હથિયારો છીનવીને ફરાર થઇ ગયા. હાલ વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આજે બપોરે અરહામામાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પોલીસના ચાર જવાનોને ગોળીઓ વાગી હતી અને તેમને ઇલાજ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. આ ચારેય જવાનોનું નિધન થઇ ગયું. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે અને તપાસ કરવામાં આવી રહી છે. પ્રશાસને અનંતનાગ જિલ્લામાં અથડામણ બાદ હાલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આતંકીઓની હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દલોએ આજે સવારે ખાનબલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. માર્યા ગયેલા આતંકીઓમાં એક અલ્તાફ કચરૂ ડાર કાશ્મીરમાં હિજબુલ મુજાહિદ્દીનનો સૌથી જૂનો સભ્ય છે. તે બુરહાન વાનીનો સૌથી નજીકનો સાથી ગણાતો હતો. તે કુલગામમાં ડિસ્ટ્રક્ટિ કમાન્ડર તરીકે અ્નેક વર્ષોથી સુરક્ષા દળોનો નિશાનો બનાવી રહ્યો હતો. કચરૂ ઘાટીમાં બુરહાનનું સ્થાન લેવા માગતો હતો. બીજા આતંકવાદીનું નામ ઉમર ફારૂક વાની છે. બન્ને નાગરિકો અને પોલીસકર્મીઓની હત્યામાં સામેલ હતાં. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં ટ્રેન અને ઇન્ટરનેટ સેવા અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here