પત્નીને જમવાનું બરાબર બનાવવાનું કહેવું દુર્વ્યવહાર ન કહેવાય : બોમ્બે હાઇકોર્ટ

0
89
Advertisement
Loading...

બોમ્બે હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, પત્નીને જમવાનું બરાબર બનાવવાનું કહેવુ અને ઘરના કામ કરવાનું કહેવું દુર્વ્યવહાર ન કહેવાય. ૧૭ વર્ષ જૂના એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી હતી.

સાંગલીમાં રહેતા યુવક અને તેના માતા-પિતાને કોર્ટે ૧૭ વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર કયર્િ હતા, જેમાં તેમના પર પત્નીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષનો દાવો હતો કે મહિલા સાથે દુર્વ્યવહાર થતો હોવાને કારણે તેણે ઝેર ખાઈ લીધુ હતું અને તેને શંકા પણ હતી કે તેના પતિના લગ્નેત્તર સંબંધો પણ છે.

જસ્ટિસ સારંગ કોટવાલે જણાવ્યું કે, પત્નીને જમવાનું બરાબર બનાવવાનું કહેવું અથવા તો તેના ઘરનાં કામ યોગ્ય રીતે કરવાનું કહેવું એ દુર્વ્યવહાર નથી. આ સિવાય બીજા કોઈ એવા પુરાવા નથી જેની મદદથી આઈપીસીની કલમ ૪૯૮એ(હેરેસમેન્ટ) અને ૩૦૬(આત્મહત્યા માટે પ્રોત્સાહન આપવું) લગાવી શકાય. યુવકના અન્ય યુવતી સાથે સંબંધ હતા તેના પણ કોઈ પુરાવા રજુ નથી થયા. ફરિયાદી પક્ષે પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે વાતચીત નથી કરી જે આ બાબતે પ્રકાશ પાડી શકે. આ આરોપો શંકાના આધારે મુકવામાં આવ્યા છે. આરોપી વિજય શિંદે અને તેમના મૃતક પત્નીના લગ્ન ૧૯૯૮માં થયા હતા અને તેમને એક દીકરી પણ છે. યુવતીના મૃત્યુ પછી તેના દાદાએ ફરિયાદ કરી જેમાં તેમણે કહ્યું કે, તે ફરિયાદ કરતી હતી કે તેના પતિ અને સાસરી પક્ષના લોકો તેને જમવાનું બનાવવા અને ઘરકામ બાબતે સતત ધમકાવતા રહેતા હતા. જૂન ૫, ૨૦૧૧ના રોજ તેણે આત્મહત્યા કરી તેના થોડા કલાકો પહેલા જ તેના દાદા અને મામાનો દીકરો તેની સાસરીમાં ગયા હતા. તે સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે લડાઈ ચાલી રહી હતી. તેના દાદાએ બન્નેને શાંત કર્યા હતા પરંતુ મોડી સાંજે તેમને સમાચાર મળ્યા કે તેમની પૌત્રીએ ઝેર ખાઈ લીધું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here