મોદી સરકાર એક સૈનિકના માથાના બદલે દસ પાક.સૈનિકોના માથા ક્યારે વાઢશે???

0
184
Instead of heading a soldier's head, when will the government of ten Pakisan heads fall
Advertisement
Loading...

આપણે ત્યાં કોઈ પણ આતંકવાદી હુમલો થાય પછી બહુ વિચિત્ર સ્થિતી સર્જાતી હોય છે. લોકોમાં એકદમ આક્રોશ થઈ જતો હોય છે પણ આપણા શાસકોના પેટનું પાણી હાલતું નથી. એ લોકો એકદમ સરકારી ઢબના જવાબો આપે છે ને પછી ઘરે જઈને સૂઈ જાય છે. આ પ્રકારની ઘટના ના બને ત્યારે એ લોકો બહુ મોટા ભડાકા કરી લેવાના હોય એવાં નિવેદનો ફટકારે છે પણ ખરેખ કશું બને ત્યારે તેમની હવા નિકળી જાય છે. શાંતિના સમયમાં મરદ બનતા આપણા શાસકો હુમલો થાય ત્યારે બાયલાની ભાષા બોલતા થઈ જાય છે. લોક સમજી જ શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે?

કાશ્મીરમાં છેલ્લા ચાર દાડામાં બે આતંકવાદી હુમલા થયા ને આ હુમલા પછી આ જ હાલત છે. પાકિસ્તાની આતંકવાદીઓએ પહેલાં સુંજુવાન લશ્કરી કેમ્પ પર હુમલો કરીને આપણા છ જવાનોનાં ઢીમ ઢાળી દીધાં ને એક નિર્દોષ નાગરિકનો ભોગ લીધો. આ આતંકવાદીઓ આપણા ઘરમાં ઘૂસીને આપણા જવાનોનાં ઢીમ ઢાળી ગયાં એ નાલેશી ઓછી હોય એમ ૩૦ કલાક લગી આપણા લશ્કરી જવાનોને હંફાવ્યા પણ ખરા. આ નાલેશીનો ઘા તાજો હતો ત્યાં શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પ પર હુમલો થયો ને તેમાં બીજો એક જવાન શહીદ થયો. તેમાં પણ નાલેશીની વાત તો એ જ હતી કે, આતંકવાદીઓએ આપણને ૨૮ કલાક લગી હંફાવ્યા ને પછી માંડ માંડ તેમનો ખાતમો થયો.

આ બંને ઘટના શરમજનક છે ને આઘાતજનક પણ છે. કોઈ પણ ભારતીયનું લોહી આ જોઈને ઉકળી ઉઠે પણ દર વખતની જેમ આપણા શાસકોને કોઈ અસર જ થઈ નથી. સત્તામાં આવ્યા પહેલાં પાકિસ્તાનને લવ લેટર લખવાનું બંધ કરવાના ફડાકા મારનારા ને તેની જ ભાષામાં જવાબ આપવાની ફિશિયારી મારનારા આપણા માનનિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કશું બોલતા જ નથી પણ ભાજપના બીજા નેતાઓ પણ સાપ સૂંઘી ગયો હોય એમ ચૂપ છે. નિર્મલા સીતારામન મોદી સરકારમાં સંરક્ષણ પ્રધાન છે એટલે તેમણે જખ મારીને બોલવું પડે છે. ના બોલે તો મીડિયા તેમના મોંમાં આંગળાં નાખીને બોલાવે છે. આ મામલે પણ એવું જ થયું ને એ પછી નિર્મલાજીએ એવો ફૂંફાડો મારેલો કે, સુંજુવાન કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોની શહાદત એળે નહીં જાય ને પાકિસ્તાન તેના આ દુસ્સાહસની આકરી કિંમત ચૂકવશે.

નિર્મલાજીએ જમ્મુમાં બે દાડા પહેલાં આ વાત કહેલી ને એ પછી તો પાકિસ્તાની આતંકીઓએ બીજા હુમલો પણ કરી નાંખ્યો એ અલગ વાત છે પણ મૂળ મુદ્દો આપણા શાસકોની બાયલાગીરીનો છે. આપણા શાસકોએ ખરેખ તો આવી કોઈ પણ ઘટના પછી એ જ ભાષામાં જવાબ આપવાનું ફરમાન કરવાનું હોય. તેમણે ખોંખારો ખાઈને કહેવું જોઈએ કે, આપણા જવાનો પાકિસ્તાનને એ જ ભાષામાં જવાબ આપે ને પાકિસ્તાન આપણા ઘરમાં ઘૂસીને આપણને મારે છે તો તમે પણ એ કરો, પછી જે થવું હોય એ થાય, અમે બેઠા છીએ. તેના બદલે એ લોકો સાવ પોચકાવેડા કરીને થૂંક ઉડાડવા સિવાય કાંઈ કરતા નથી. તેમનાં નિવેદનો બદલાયા કરે થે પણ વાત એકની એક હોય છે. નિર્મલા સીતારામન પહેલાં અરૂણ જેટલી પાસે સંરક્ષણનો હવપાલો હતો ને એ પણ આ જ રીતે થૂંક ઉડાડતા ને એ પહેલાં મનોહર પારિકર હતા એ પણ આ રીતે વાતોનાં વડાં જ કરતા.
આ કાયરતાપૂર્ણ હુમલો છે ને હું આપણા સૈનિકોની બહાદુરીને સલામ કરૂં છું એવાં સાવ સરકારી નિવેદનો આપીને એ લોકો પતાવી દેતા હોય છે. મીડિયા મોંમાં આંગળાં નાંખીને બોલાવે તો એ લોકો બે વાક્યો વધારે બોલતા કે, ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે ને જવાનોની શહીદીને એળે નહીં જવા દે. જેટલીએ આવાં થૂંક ઉડાડેલાં ને હવે નિર્મલા પણ એ જ વાત કરે છે.

નિર્મલાએ કહી દીધું કે, જવોનોની શહીદી એળે નહીં જાય ને પાકિસ્તાન તેની આકરી કિંમત ચૂકવશે પણ ક્યારે ચૂકવશે એ સવાલ મોટો છે ને આપણ બધાં જાણીએ છીએ કે એવું કદી થવાનું નથી. આ આપણો વરસોનો અનુભવ છે. આખા દેશમાં લોકોનાં લોહી ઉકળી જાય છે ત્યારે આપણા શાસકો બાયલાગીરી કરીને ઉભા રહી જાય છે. તકલીફ એ છે કે, પાકિસ્તાન આપણા શાસકોની આ માનસિકતાને બરાબર સમજી ગયું છે. તેને ખબર છે કે દિલ્લીમાં ઘાઘરા પલટણ બેઠેલી છે ને આપણે ગમે તે કરીએ તેમનાથી કશું તૂટવાનું નથી એટલે એ છાસવારે આવી હરકતો કરીને આપણી ઈજ્જતનો ધજાગરો કરે છે, આપણા લશ્કરના મનોબળ પર કારમા ઘા કરે છે. સૈનિકોનાં લોહી આ બધું જોઈને ઉકળી ઉઠે છે પણ તેમના હાથ શિસ્તના કારણે બંધાયેલા છે તેથી એ લોકો કશું કરી શકતા નથી. પ્રજા પણ ઉકળી ઉઠે છે પણ તેનાથી કશું થઈ શકતું નથી. પ્રજા લાચાર બનીને જોઈ રહેવા સિવાય કશું કરી શકતી નથી.

આપણને વધારે આઘાત તો એ જોઈને લાગે કે જે લોકોએ આપણા જૂના શાસકોની નામર્દાનગીની વાતો કરીને લોકોની લાગણીઓને ઉશ્કેરી અને મત ઉસેટ્યા એ લોકો જ હવે નામર્દ બની ગયા છે. દિલ્હીના પાણીમાં જ ખોટ લાગે છે કે એ ભલભલા ભડવીરોને પણ બાયલા બનાવી દે છે ને તેમની ખસી કરી નંખાઈ હોય એવી હાલત કરી નાંખે છે. ભાજપે આ મુદ્દે લોકોની લાગણીઓને ઉશ્કેરીને મત લીધા છે ને હવે એ સાવ પાણી વિનાનો પુરવાર થઈ રહ્યો છે. ભૂતકાળમાં જ્યારે પણ પાકિસ્તાને આતંકવાદી હુમલા કર્યા ત્યારે ભાજપના નેતાઓ શું કહેતા રહતા તેના વીડિયો યુ-ટ્યુબ પર પડ્યા જ છે. જોશો તો ખબર પડસે કે એ વખતે એ લોકો ભડના દીકરા બનીને ભડાકા કરી લેવાની વાતો કરતા હતા ને હવે મિયાંની મીંદડી બનીને બેઠા છે. અવાજ સુધ્ધાં નિકળતો નથી.

ભાજપ વિરોધ પક્ષમાં હતો ને પાકિસ્તાને આપણા સૈનિકોનાં માથાં વાઢ્યાં ત્યારે સુષ્મા સ્વરાજે ગાજી ગાજીને કહેલું કે પાકિસ્તાનીઓ આપણા એક સૈનિકનું માથું વાઢી જાય તો સામે આપણે દસ પાકિસ્તાનીઓનાં માથાં વાઢી લાવવાં જોઈએ. ભાજપ સત્તામાં આવશે તો આ બધા સામે તાબોટા પાડીને બેસી નહીં રહે પણ એવો જવાબ આપશે કે પાકિસ્તાન ખો ભૂલી જશે. હવે પાકિસ્તાન આપણને ઘરમાં ઘૂસીને મારી રહ્યું છે ને સુષમા શોધ્યાં જડતાં નથી.

ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આતંકવાદના મુદ્દાને ચગાવેલો ને નરેન્દ્ર મોદીએ જાહેર કરેલું કે પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ રહેશે તો અમારી સરકાર કંઈ તેમને લવ લેટર નહીં લખે પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપશે. સવાલ એ છે કે ક્યારે જવાબ અપાશે ? પાકિસ્તાન અત્યારે કાશ્મીરમાં આપણા લશ્કરી કેમ્પોમાં ઘૂસીને આપણા સૈનિકોને મારે છે. હવે દિલ્હીમાં લોકોનાં ઘરોમાં ઘૂસીને મારશે ત્યાં લગી આપણે રાહ જોવાની છે ? મોદી વડાપ્રધાન બન્યા ને ભાજપની સરકાર રચાઈ પછી આવું તો વારંવાર બન્યું છે ને આઘાત એ જોઈને લાગે કે, આવી ઘટના બને ત્યારે મોદી તો પ્રતિક્રિયા આપવાની તસદી પણ નથી લેતા. રાજનાથ. નિર્મલા કે પછી કેબિનેટના બીજા ફાલતુ નેતાને આગળ કરી દે છે ને એ લોકો સાવ સરકારી ઢબનાં નિવેદનો ફટકારીને જતા રહે છે. શહીદ જવાનોનો પરિવારને સાંત્વન આપવાનું કે તેમના ઘરે જઈને તેમનાં આંસુ લૂછવાનું સૌજન્ય સુધ્ધાં આ લોકો બતાવતા નથી.

આજે દેશના દરેક નાગરિકના મનમાં સવાલ છે કે હજુ આપણે કેટલા જવાનોને આ રીતે શહીદ ઝતાં જોવાનાં છે? પાકિસ્તાન આપણા ઘરમાં ઘૂસીને આપણા જવાને મારી જાય ને આપણે હીજડાની જેમ કશું ના કરી શકીએ એ સ્થિતી ક્યાં સુધી રહેવાની છે ? પાકિસ્તાન આવી હરકત કરે ને આપણે કશું ના કરી શકીએ તેવી નામર્દાનગી આપણ કેમ છોડી શકતા નથી ?આ સવાલોના જવાબ નથી મળવાના એ ખબર છે કેમ કે, ભાજપના નેતાઓમાં આ સવાલ આપવાની તાકાત નથી. તેમનામાં પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની જીગર નથી એ પણ સૌને ખબર છે ને જે એ કરી શકે તેમ છે તે લશ્કરના હાથ બંધાયેલા છે. સાલુ, ગજબની સ્થિતી છે. બાયલા શાસકોના કારણે લશ્કરે પણ આક્રોશને દબાવીને બેસવું પડે છે.(GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here