ભારતીય રેલવેએ દેશનો પહેલો સ્માર્ટ કોચ કર્યો તૈયાર

0
75
Advertisement
Loading...

ભારતીય રેલવેએ દેશનો પહેલો સ્માર્ટ કોચ તૈયાર કર્યો છે. સ્માર્ટ કોચની સૌથી મોટી ખાસિયત એ છે કે ટ્રેક ફ્રેક્ચર થતાં, પૈડામાં કોઇ ગરબડ થાય કે બેરિંગ ઘસાઇ જાય પરંતુ કોચને આ તમામ પ્રકારની ગરબડની સૂચના પહેલાંથી જ મળી જશે. તેનાથી ટ્રેન દુર્ઘટનાઓ ટળશે.

૧૨થી ૧૪ લાખ રૃપિ.નો વધારાનો ખર્ચ કરીને આ કોચને રાયબરેલીની મોર્ડન કોચ ફેક્ટ્રીમાં તૈયાર કરવામાં આવ્યો છે. કોચમાં ફક્ત તાપમાન જ કંટ્રોલ નહી થાય પરંતુ ડસ્ટ ઇન્ફેક્શન લેવલની જાણકારી પણ આપશે. કોચમાં અનેક પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યાં છે. વીઇલ, બેરિંગ, ઑસિલેશન અને ટ્રેક માટે કોચમાં અલગ અલગ સેન્સર હશે. કોઇપણ પાર્ટમાં ગરબડ થતાં સેન્સર તરત જ કંટ્રોલ રૃમને એલર્ટ આપશે.

આ કોચમાં એસી, ડિસ્ક બ્રેક સિસ્ટમ, ફાયર ડિટેક્શન, અલાર્મ સિસ્ટમ, વૉટર લેવલ ઇન્ડિકેટર જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત ઇમરજન્સી ટૉક બૅક સિસ્ટમ પણ છે. કોચના પેસેન્જર ટૉઇલેટ પાસે મુકવામાં આવેલા આ સિસ્ટમનું બટન દબાવીને સીધી જ ગાર્ડ સાથે વાત કરી શકાશે અને મદદ માંગી શકાશે. પેસેન્જર પોતાના સ્માર્ટફોન અને ટૅબ પર એન્ફોટેનમેન્ટ સુવિધાનો લાભ પણ મેળવી શકશે. મુસાફરી દરમિયાન આ જાણકારી પણ મળશે કે આગામી સ્ટેશન કેટલા સમયમાં આવશે. ટ્રેન જો અધવચ્ચે રોકવામાં આવી હશે તો તે શા માટે રોકવામાં આવી છે, ટ્રેન કઇ સ્પીડે ચાલી રહી છે તે તમામ અંગે માહિતી આપવામાં આવશે. સ્માર્ટ કોચમાં લગાવવામાં આવેલા સીસીટીવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેપેબિલીટીથી સજ્જ હશે. તેનાથી ફક્ત હાઉસકિપિંગ, ટીટી, ટ્રેનની પેન્ટ્રી, શંકાસ્પદ પેસેન્જર પર નજર રાખવામાં સરળતા રહેશે. સાથે જ સીસીટીવીનો રેકોર્ડ ૩૦ દિવસ સુધી સુરક્ષિત રહેશે. જેથી સુનાહિત પ્રવૃત્તિઓ થતાં તેનું નિવારણ લાવવામાં મદદ મળશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here