યુપીમાં વરસાદથી ૧૮ના, નાગાલેન્ડમાં ૧૫ના મોત

0
89
Advertisement
Loading...

ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ ગઇ છે. મંગળવારથી અવિરત વરસાદ જારી રહેવાના કારણે હાલત કફોડી બનેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ વરસાદ અને વીજળી પડવાના કારણે વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા છે. યુપીમાં હજુ સુધી વરસાદ સંબંધિત બનાવમાં ૨૨૬થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઘર વગરના થયા છે. વરસાદ સંબંધિત બનાવોમાં અન્ય ૧૫ લોકો ઘાયલ થયા છે. ૨૨૬થી વધુ મકાનોને નુકસાન થયું છે. ગોંડા અને કૃષિનગરમાં ત્રણ ત્રણ લોકોના મોત થયા છે. મિરઝાપુર અને બિજનોરમાં બેના મોત થયા છે. ૧૭ જુદા જુદા ગામોના ૩૨ હજારથી વધુ લોકોને ગંગા નદીમાં પાણીની સપાટી વધી જવાના કારણે માઠી અસર થઈ છે. જ્યારે આ તમામ લોકોને જિલ્લામાં ૩૨ રાહત કેમ્પોમાં રહેવાની ફરજ પડી છે. હાલમાં ૧૨ હજાર લોકો રાહત કેમ્પમાં છે. ઉત્તરપ્રદેશમાં એકંદરે આ વર્ષે મોટી ખુવારી થઈ છે. નવ જિલ્લામાં એનડીઆરએફની ૧૧ ટીમો ગોઠવાયેલી છે. ૧૦ નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. ૨૬ જિલ્લાઓમાં ૧૭ જુદી જુદી કંપનીઓની ટુકડીઓ રાહત કામગીરી માટે રોકાઈ છે. રાજ્યમાં વરસાદ અને વીજળી પડવા સાથે સંબંધિત બનાવોમાં હજુ સુધી ૨૨૫થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે.

હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે આ વખતે વધુ ૧૦ દિવસ સુધી મોનસુન સક્રિય રહી શકે છે. આંકડા મુજબ આ વખતે ઉત્તરપ્રદેશમાં ૨૩થી ૨૯ ઓગષ્ટ વચ્ચે ભારે વરસાદ થયો છે. હજુ વરસાદના કારણે પરેશાની વધી શકે છે. પહાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગંગા, ઘાઘરા અને રાપ્તી જેવી નદીઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે. કેરળ બાદ હવે ઉત્તરપ્રદેશમાં હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. મોનસુનના પરિણામ સ્વરુપે દેશના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલી છે. ઉત્તરપ્રદેશમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઉત્તરપ્રદેશમાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. વરસાદના પરિણામ સ્વરુપે અનેક જિલ્લાઓમાં કાચા મકાનો ધરાશાયી થઇ ગયા છે. ગુરુવારથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના પરિણામ સ્વરુપે મોટાભાગની નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. પુરના કારણે કેટલાક જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળો ઉપર જતાં રહેવાની ફરજ પડી છે.

હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે, હજુ ભારે વરસાદ ઇ શકે છે. ઉન્નાવ નદીમાં ગંગા નદી ખતરાના સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. સદર કોતવાલી વિસ્તારમાં ગંગાઘાટ વિસ્તારમાં ઇન્દિરાનગર, રવિદાસ નગર, ચંપાપૂર્વા, કરબલા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી બચાવ કામગીરી માટે નૌકાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સદર તાલુકાના મજરામાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા પણ થઇ ગયા છે. બારાબંકી જિલ્લામાં પુર પ્રભાવિત વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. સુરતગંજ, રામનગર, શિરોલી ગોસપુર સહિતના વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. મળેલી માહિતી મુજબ બહરાઈચ, ગોંડા, બારાબંકી, સિતાપુર, લખીમપુર-ખિરી, હરદોઈ, ફરુખાબાદ, સુલ્તાનપુર, ફૈઝાબાદ, અયોધ્યા સહિત કેટલાક જિલ્લામાં પુરના કારણે હાલત કફોડી બનેલી છે. પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે.

મોટાભાગના વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઇને જનજીવન પણ ખોરવાઈ ગયું છે. પાટનગર લખનૌ સહિત સીતાપુર, હરદોઈ, ગોંડા, અયોધ્યા, ફૈઝાબાદ, કાનપુરમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના લીધે માર્ગો પણ તળાવોમાં ફેરવાઈ ગયા છે. નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. લખીમપુર-ખીરીમાં પલિયાકલા નદીમાં શારદા નદીમા૩ં પાણીની સપાટી ભયજનક સ્તરથી એક મીટર ૮૦ સેન્ટીમીટર ઉપર પહોંચી ગઈ છે જ્યારે ખાખરા નદી અયોધ્યામાં ભયજનક સ્તરથી ૪૦ સેન્ટીમીટર ઉપર પહોંચી ગઈ છે. બારાબંકીના એલ્વિન બ્રિજ ઉપર પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. ગોંડાના ચંદ્રીદીપઘાટ ઉપર પાણીની સપાટી વધી ગઈ છે.

કાનપુર ગ્રામીણ વિસ્તારમાં પણ હાલત કફોડી બનેલી છે. કેરળમાં ભયાનક પૂર હોનારત બાદ હવે પૂર્વોત્તરીય રાજ્ય નાગાલેન્ડમાં પૂરનો ખતરો વધી રહ્યો છે. અત્યાર સુધી અહીં ૧૫થી વધુ લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે અને રાજ્યનો મોટાભાગનો હિસ્સો પાણીમય જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય અધિકારીઓની એક ટીમ નાગાલેન્ડમાં આવેલ પૂરથી થયેલ નુકશાનીના આંકડા મેળવવા પહોંચી ગઈ છે. દિલ્હીથી મોકલવામાં આવેલ આ ટીમમાં અલગ અલગ મંત્રાલયોના સિનીયર અધિકારી સામેલ છે, જે પૂરથી થયેલ નુકશાનનો આંકડો મેળવશે. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી કેબી સિંહની આગેવાનીમાં માર્ગ, કૃષિ અને નાણાં મંત્રાલયના અધિકારીઓની ટીમ નાગાલેન્ડ પહોંચી છે.

રાજ્ય સરકારના એક સિનીયર અધિકારીએ જણાવ્યુ કે, દિલ્હીથી આવેલ ટીમે દીમાપુરનો પ્રવાસ કર્યો અને નુકશાનીના આંકડા મેળવ્યા. અધિકારીઓએ ખેડૂતો સાથે પણ મુલાકાત કરી. ખરાબ હવામાનના કારણે અધિકારી કિફિરે વિસ્તાર સુધી ન પહોંચી શક્યા, જે સૌથી વધુ પ્રભાવિત થયો છે. નાગાલેન્ડમાં સતત વરસાદના કારણે ત્રણ જિલ્લા તુએનસેંગ, કિફિરે અને ફીકનો છેલ્લા ૧૫ દિવસથી રાજ્ય સાથે સંપર્ક તુટી ગયો છે. આશરે ૬૦૦ ગામ પૂરની ઝપેટમાં છે. માર્ગોની ૩૫૯ લોકેશન સમગ્ર રીતે કપાઈ ચુકી છે, જેનાથી રાજ્યએ ભારે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here