ઉદયપુરમાં પ્રેમી યુગલને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવ્યું

0
366
Advertisement
Loading...

રાજસ્થાનના ઉદયપુરમાં માનવતાને શર્મશાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. ઉદયપુરમાં સુખેરના એક ગામમાં પ્રેમી યુગલને એવી સજા કરવામાં આવી છે કે જેનાથી કમકમાટી થાય. પોલીસે આ મામલામાં બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મહિલાનો ભૂતપૂર્વ પતિ પણ સામેલ છે.

ઉદયપુરના સુખેરના એક ગામમાં મહિલા અને તેના પ્રેમીને આખા ગામમાં નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવ્યા છે. આવી શરમજનક હરકત કરનાર મહિલાનો ભૂતપૂર્વ પતિ છે. મહત્વપૂર્ણ છે કે મહિલા પહેલા પણ બે નિષ્ફળ લગ્ન કરી ચુકી છે. મહિલાના ભૂતપૂર્વ પતિને જ્યારે ખબર પડી કે મહિલા તેના પ્રેમી સાથે હાજર છે.

તો કેટલાક ગુંડાઓ સાથે તે અહીં પહોંચ્યો હતો. મહિલા અને તેના પ્રેમીને બેરહેમીથી માર મારવામાં આવ્યો અને પછી યુગલને નિર્વસ્ત્ર કરીને તેમને દોરડાથી બાંધીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા. આ શરમજનક ઘટનાને કેટલાક લોકો પોતાના મોબાઈલમાં કંડારી રહ્યા હતા.

આખી શરમજનક ઘટનામાં ગામના લોકો મૂકદર્શક બનીને તમાશો જોતા રહ્યા હતા અને યુગલની સાથેની બર્બરતાને અટકાવાના સ્થાને તેઓ આનો વીડિયો બનાવવામાં મશૂગલ રહ્યા હતા. આખા ગામમાં કોઈએ પણ પીડિત યુગલની મદદની કોશિશ સુદ્ધા કરી નહીં.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here