એસસી-એસટી એક્ટના વિરોધમાં સવર્ણો દ્વારા આજે ભારત બંધનું એલાન

0
94
Advertisement
Loading...

એસસી – એસટી સંશોધન એક્ટના વિરોધમાં સવર્ણોનો ગુસ્સો સતત વધી રહ્યો છે. કરણી સેનાની આગેવાનીમાં કાલે (ગુરુવારે) સવર્ણ સમાજે ભારત બંધનું એલાન આપ્યું છે.

સવર્ણોના આ બંધને ધ્યાનમાં રાખીને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે, ખાસ કરીને મધ્યપ્રદેશમાંને ધ્યાનમાં રખાયું છે.ભિંડ, ગ્વાલિયર, છતરપુર, રીવા, શિવપુરી સહિત અહીંના કેટલાય શહેરોમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સંવર્ણ સમાજના અનેક સંગઠનો રસ્તાઓ પર ઉતારીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, તેમના નિશાના પર બીજેપી અને કોંગ્રેસ બન્ને છે.

કરણી સેનાએ કાલે ગ્વાલિયરમાં રેલી કરી જેનું આયોજન વાચક દેવકી નંદન ઠાકુરને કર્યું હતું. કરણી સેનાનું ભારત બંધનું એલાન મધ્યપ્રદેશથી નીકળીને રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીની પરેશાની વધારી રહ્યું છે, કેમકે રાજસ્થાનમાં આ સંગઠનનો મોટો પ્રભાવ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here