મોદી રાજના એક વર્ષમાં સરકારી કંપનીઓએ 30 હજાર કરોડ દેવાળું ફુંક્યું…!!: CAG

0
70
Advertisement
Loading...

સરકારી કંપનીઓની સ્થિતિ પર કેગએ ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. મંદ ગતિએ ચાલતી મોટાભાગની સરકારી કંપની એટલે કે પીએસયુમાં દેશના હજારો કરોડ રૂપિયા ડૂબી રહ્યાં છે. કેન્દ્ર સરકારના માલિકીવાળી જાહેરસંસ્થા સતત ખોટ ખાઇ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નુકશાનીનો આંકડો એક લાખ કરોડને પણ પાર કરી ગયો છે. મોદી સરકારમાં દર વર્ષે 30 હજાર કરોડની ખોટ નોંધાઇ છે. દેશની સૌથી મોટી ઓડિટ એજન્સી કેગની તપાસમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા સંસદના મોનસૂન સત્રમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં બહાર આવ્યું કે કેવી રીતે ખરાબ વ્યવસ્થાને કારણે સાર્વજનિક ઉપક્રમ મંદીની કગાર પર આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે જે કંપનીઓની પૂંજીમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારની 51 ટકા કે તેથી વધુ ભાગીદારી હોય છે તેને જાહેરક્ષેત્ર એટલે કે પીએસયુ કહેવામાં આવે છે.

ખોટા રોકાણ અને અન્ય કારણોને લીધે સરકારી કંપની ખોટ કરી રહી છે. ઉદાહરણ તરીકે આ્ંકડા પર નજર કરીએ તો 2014-15માં 132 જાહેરસંસ્થાને 30861 કરોડનો નેટ લોસ ફાર ધ ઇયર એટલે કે સંબંધિત વર્ષમાં ખોટ ગઇ. આ દરમિયાન આ કંપનીઓનો કુલ ખોટ વધી એક લાખ કરોડને પાર એટલે કે 108051 કરોડ પહોંચી ગયો. તેના પછીના વર્ષે સ્થિતિ વધુ ખરાબ થઇ. 2015-16માં 153 કંપનીને 31957 કરોડ વાર્ષિક નુકશાન થયું. આ દરમિયાન સમગ્ર ખોટ 104756 કરોડ રહ્યો, આવી રીતે 2016-17માં કંપનીઓનો નેટ લોસ 30678 કરોડ અને સમગ્ર ખોટ 104730 કરોડ સુધી પહોંચી. જો કે 2016-16ની તુલનામાં 2016-17માં કંપનીઓની ખોડી સ્થિતિ સુધરી હતી. ઉલ્લેખનીય છે કે નેટ લોસનો અર્થ સંબંધિત વર્ષમાં નુકશાન થાય છે અને સમગ્ર નુકશાનનો અર્થ Accumulated loss છે. Accumulated lossની ગણતરી ગત સરકારથી લઇને વર્તમાન સરકાર સુધીમાં કંપનીઓના પ્રદર્શનના આધારે નક્કી થાય છે.

કેગે એક હજાર કરોડથી વધુ નુકશાન ઉઠાવતી સરકારી કંપનીઓનું લિસ્ટ પર બનાવ્યું. જેમાં 2016-17માં સૌથી વધુ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નુકશાન પહોંચ્યું. કંપનીને આ વર્ષે 3187 કરોડનું નુકશાન વેઠવાનો વારો આવ્યો. આવી રીતે મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડને 2941 કરોડ, હિન્દુસ્તાન ફોટોફિલ્મ્સક કંપની લિમિટેડને 2917, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને 1914, ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને 1691 અને રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડને 1263 કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. ખાસ વાત તો એ છે કે 173 સરકારી નિયંત્રણ કેટેગરીની કંપનીઓમાંથી 41ને 2016-17માં જ 4308 કરોડનું નુકશાન પહોંચ્યું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here