કોંગ્રેસ કોર કમિટીની બેઠકમાં રાહુલને સંઘના કાર્યક્રમમાં ન જવાનું સૂચન

0
71
Advertisement
Loading...

આરએસએસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને આમંત્રણની ચર્ચાઓ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી. મીડિયા અહેવાલો અનુસાર વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષને સંઘના કાર્યક્રમમાં ન જવાનું સૂચન કર્યું છે. જોકે હાલ સંઘે રાહુલને આમંત્રણ મોકલ્યું નથી પરંતુ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે પોતાના કાર્યક્રમ માટે આરએસએસ રાહુલને આમંત્રણ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સંઘ મુખ્યાલયમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગયા હતાં તેને લઇને પાર્ટીને અસહજ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં એ સૂચન આપવામાં આવ્યું કે રાહુલને સંઘ કાર્યક્રમનું આમંત્રણ સ્વીકારવું ન જોઇએ. બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યું કે આ પહેલા ૨૦૦૭માં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આરએસએસ તરફથી એક કાર્યક્રમમાં સામેલ થવાનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ તેમણે અસ્વીકાર કરી દીધો હતો.

સૂત્રોએ જણાવ્યું કે મીટિગમાં મલ્લિકાર્જૂન ખડગે અને એ.કે. એન્ટની જેવા વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે જો આરએસએસનું આમંત્રણ આવે પણ છે તો પણ તેને સ્વીકારવાની જરૂર નથી. નેતાઓનું માનવું હતું કે સામાન્ય ચૂંટણી પહેલા પાર્ટીને આરએસએસની જાળમાં ફસાવું ન જોઇએ. તાજેતરના દિવસોમાં રાહુલ સંઘ વિરૂદ્ઘ સતત બોલતા રહ્યાં છે. જર્મની અને બ્રિટનની યાત્રા પર પણ કોંગ્રેસ અધ્યક્ષે આરએસએસની વિચારધારા પર આકરા પ્રહારો કર્યા હતાં અને સંઘની તુલના મુસ્લિમ બ્રધરહુડ સુધી કરી નાખી હતી. આ પરિસ્થિતિઓમાં કોંગ્રેસ અધ્યક્ષ જો સંઘના આમંત્રણ પર જાય છે તો આ તેમને અને તેમની પાર્ટી માટે અસમંજસપૂર્ણ સ્થિતિ બની જશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here