ઉ.ભારતના અનેક રાજ્યોમાં ‘અંધારપટ’નો ખતરો

0
54
Villagers stand under an electric pole powered by solar energy at Meerwada village of Guna district in the central Indian state of Madhya Pradesh June 18, 2012. Life in the remote Indian village of Meerwada used to grind to a standstill as darkness descended. Workers downed tools, kids strained to see their school books under the faint glow of aged kerosene lamps and adults struggled to carry out the most basic of household chores. The arrival of solar power last year has changed all that. On a humid evening splashed with rain, fans whirr, children sit cross-legged to swat up on their Hindi and delighted people can actually see what they are eating and drinking. Picture taken June 18, 2012. REUTERS/Adnan Abidi (INDIA - Tags: ENERGY SOCIETY ENVIRONMENT BUSINESS) ATTENTION EDITORS: PICTURE 5 OF 18 FOR PACKAGE 'THE POWER OF INDIA'S SUN' SEARCH 'SOLAR INDIA' FOR ALL IMAGES - RTR35VVZ
Advertisement
Loading...

એનટીપીસીની ૪૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા પૂર્વીય ભારતમાં સ્થિત પ્લાન્ટને કોલસાની સપ્લાય કરનાર માઇનમાં સ્ટોક ખતમ થવાના આરે છે. આના કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં થનારપાવર સપ્લાય ખુબ વહેલી તકે પ્રભાવિત થવાની શક્યતા છે. ભૂમિ અધિગ્રહણ સાથે જોડાયેલા વિવાદોના કારણે આ માઇનના વિસ્તરણમાં વિલંબની સ્થિતી સર્જાઇ ગઇ છે. જેના કારણે આ વિસ્તારમાં સ્થિત બે મહત્વપૂર્ણ પ્લાન્ટના પ્રોડક્શનમાં ભારે ઘટાડો થયો છે. સાથે સાથે તેમના સ્ટોક્સ પણ ખાલી થઇ રહ્યા છે. કેન્દ્ર સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે સ્થાનિક વહીવટીતંત્રના સીધા સંપર્કમાં છે.

એનટીપીસીના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ઝારખંડના રાજમહેલ માઇન્સથી કોલ ઇન્ડિયા સરેરાશ ૫૫૦૦૦ ટન કોલસાની સપ્લાય કરે છે. હવે આ જથ્થો ઘટીને ૪૦૦૦૦ ટન સુધી પહોંચી ગયો છે. વરસાદના દિવસોમાં આ જથ્થો ઘટીને ૨૦૦૦૦ ટન સુધી નીચે પહોંચી જાય છે. આના પરિણામસ્વરૃપે પાવર પ્લાન્ટ્સની પાસે જમા સ્ટોક્સમાં ઘટાડો થઇ જાય છે. એનટીપીસીના ફરક્કા પાવર પ્લાન્ટમાં સ્ટોક્સ ઘટીને ૪૦૦૦ ટન સુધી પહોંચી ગયો છે. જે બે મહિના પહેલા સુધી ૨.૫ લાખ ટનની આસપાસ રહેતા રાહત રહેતી હતી.

કોલ ઇન્ડિયાના કારોબારીના કહેવા મુજબ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કેટલાક જરૃરી પગલા લેવામાં આવી રહ્યા છે. એનટીપીસીના ફરક્કા થર્મલ પાવર પ્લાન્ટમાં સ્ટોક ઘટીને ૪૦૦૦ ટન થઇ જતાં સંકેત સારા દેખાઈ રહ્યા નથી. કહલગાંવ થર્મલ પાવર સ્ટેશનમાં પણ સ્ટોક ઘટીને ૪૫૦૦૦ ટન ઉપર છે જે બે મહિના પહેલા ખુબ ઉંચી સપાટી હતી. આ કારણોસર એનટીપીસીને પોતાના ફરક્કા અને કહેલગાંવ પાવર પ્લાન્ટમાં જનરેશન સ્તરને ઘટાડીને ક્રમશઃ ૬૦ ટકા અને ૮૦ ટકા કરવાની ફરજ પડી છે જે પહેલા ૯૦ ટકા હતી. આ મામલો હવે કેન્દ્ર સરકારના સ્તર પર પહોંચી ચુક્યો છે. મંત્રાલય સ્થિતિ પર સતત નજર રાખે છે. કોલ ઇન્ડિયાના કારોબારી અધિકારીના કહેવા મુજબ વર્તમાન ભંડારો લગભગ ખાલી થઇ ચુક્યા છે. પ્રોડક્શન સ્તરને જાળવી રાખવા માટે માઇનના વિસ્તરણ કરવાની જરૃર દેખાઈ રહી છે. કારોબારીઓનું કહેવું છે કે, સ્થાનિક વહીવટીતંત્રએ ભૂમિ અધિગ્રહણ માટે બે વર્ષ પહેલા નોટિસ જારી કરી હતી. એક લાંબી વાતચીત બાદ પ્લાનિંગ છેલ્લા કેટલાક મહિનાથી જમીન છોડવા માટે રાજી થયા છે. આશરે ૧૬૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ક્ષેત્રમાં કોઇ વસ્તી નથી. ઘણી બધી જમીન વિવાદોમાં ફસાયેલી છે. કારણ કે, પ્લોટ માટે આશરે ૪૦થી ૫૦ ટકા લોકો માલિકી હકનો દાવો કરી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, દિલ્હીથી બંગાળ સુધી વિજળી ડુલ થવાની સ્થિતિમાં લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here