બિહારમાં બંદૂકની અણીએ થતા લગ્નનો ટ્રેન્ડ વધ્યો.

0
184
In Bihar, the trend of marriage arising from the brink of a gun increased.
Advertisement
Loading...

(જી.એન.એસ)ન્યુ દિલ્હી, ૨૧મી સદીમાં કોઈ યુવકના બંદૂકના નાળચે પરાણે લગ્ન કરાવવામાં આવે તે કદાચ માન્યામાં ન આવે, પરંતુ બિહારમાં તો જાણે આ બાબત સામાન્ય છે. બિહારમાં આ પ્રકારના લગ્નને ‘પકડવા વિવાહ’ તરીખે ઓળખાય છે. પોલીસ વિભાગના આંકડા અનુંસાર વર્ષ ૨૦૧૭માં ૩૪૦૫ દોલ્હાઓની ધરપકડ કરી તેમને લગ્ન માટે મજબુર કરવામાં આવ્યાં હતાં. જ્યારે આ અગાઉ ૨૦૧૫માં ૩૦૦૦ અને ૨૦૧૪ ૨૫૨૬ દોલ્હાઓના લગ્ન બંદૂકના નાળચે કરાવવામાં આવ્યાં હતાં.

અપરાધો માટે પંકાયેલા બિહારમાં સુશિક્ષિત યુવકોનું અપહરણ કરવામાં આવી તેના યુવતીનું બંદૂકના નાળચે પરાણે અપહરણ કરવામાં આવે છે. ત્યાર બાદ તેના યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવી દેવામાં આવે છે. આ પ્રકારના લગ્નને ‘પકડવા વિવાહ’ કહેવામાં આવે છે. આ પ્રકારનું ચલણ બિહારમાં દાયકાઓથી ચાલતું આવે છે. જે આજના આધુનિક યુગમાં પણ યથાવત છે. આ દુષણ ઓછુ કે બંધ થાવના બદલે વધતું જાય છે જે બાબત આશ્ચર્યજનક છે. ગત મહિને બિહારની રાજધાની પટના નજીકના ગામમાં એક એન્જીનિયરનાં આ પ્રકારે જ લગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં જે ચર્ચાનો વિષય બન્યાં હતાં.

એક અનુંમાન અનુંસાર બિહારમાં સરેરાશ દરરોજ આવા ૯ લગ્ન થાય છે. આ ઘટનાઓમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી પોલીસ હેડક્વાર્ટરે તમામ જીલ્લાના એસપીને લગ્નની સીઝનમાં સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

નેશનલ ક્રામઈમ રેકોડ્‌ર્સ બ્યૂરોની ૨૦૧૫ના રિકોર્ટ અનુંસાર, લગ્ન માટે ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓનું અપહરણ કરવાના મામલે બિહાર હાલમાં પણ ટોચ પર છે. અપહરણના આંકડાઓમાં લગભગ ૧૭ ટકા ભાગીદારી એકલા બિહાર રાજ્યની છે. જોકે લગ્ને બાદ કરતા અન્ય કારણોસર કરવામાં આવતા અપહરણનો સૌથી ઉંચો દર આસામનો છે, અહીં કુલ ૩૮૮૩ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here