પોતાની ભૂલથી રોડ અકસ્માત થશે તો વીમા ક્લેઈમ નહીં મળે : સુપ્રીમ કોર્ટે

0
134
Two cars crashed. Close up image
Advertisement
Loading...

જો તમે એવું વિચારી રહ્યા હોવ કે, તમે પોતાની ભૂલથી પણ ગાડીને અકસ્માત કરશો તો વીમા કંપની ક્લેમ આપશે, તો ટુંક સમયમાં તમારા મગજમાંથી આ ભ્રમ દૂરી કરી દો. કારણ કે, જો રોડ અકસ્માતમાં તમારી ભૂલ જોવામાં આવશે તો, વીમાનો ક્લેમ નહી મળે.

ઉલ્લેખનીય છે કે મામલો એવો છે કે, ત્રિપુરાના અગરતલામાં થયેલા એક રોડ અકસ્માતમાં મૃતકના પરિવારને વળતરના મામલામાં સુપ્રીમ કોર્ટે વીમા કંપનીની અરજી પર સુનાવણી કરી. વીમા કંપનીએ ત્રિપુરા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેના પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે ત્રિપુરા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કરી વીમા કંપનીની અપીલનો સ્વીકાર કર્યો છે.

કોર્ટે કહ્યું કે, એ વાત સાચી સાબિત થઈ છે કે, મૃતક ચાલક વાહનનો માલિક હતો, અને અકસ્માત લાપરવાહી, સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે થયો હતો. એવામાં કાયદાની નજરમાં આને થર્ડ પાર્ટી ના માની શકાય. પર્સનલ અકસ્માત માટે વીમા કંપનીએ બે લાખ રૃપિયા આપવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. જેથી મૃતકના પરિવારજનોને આ બે લાખ રૃપિયા જ મળશે. જ્યારે મૃતકના પરિવારજનોએ ૬૮ લાખ રૃપિયા વળતરની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, જો રેસ ડ્રાઈવિંગ અથવા પછી ધ્યાનથી ગાડી ન ચલાવવા પર રોડ અકસ્માત થાય છે, તો એવામાં વીમાનો ક્લેમ નહી આપવામાં આવે.

જસ્ટિસ એનવી રામના અને એસ અબ્દુલ નજીરની બેન્ચે કહ્યું કે, મૃતકના પરિવારજન વીમા પોલીસી પર્સનલ અકસ્માત હેઠળ વળતર આપવામાં આવે છે. કોર્ટે કહ્યું કે, જો રેસ અથવા પછી ધ્યાનથી ડ્રાઈવીંગ ન કરવાના કારણે અકસ્માત થાય છો તો, એવામાં ક્લેમ કરનાર વ્યક્તિને ક્લેમ નહી મળે. અને ના તે વીમા કંપની પાસે આનું વળતર મેળવી શકશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય વીમાનો ક્લેમ મેળવવા માટે લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. પહેલા જ લોકોને ક્લેમ મેળવવામાં તકલીફોનો સામનો કરવો પડે છે, અને હવે આ નિર્ણય બાદ વીમા કંપનીઓની મનમાની વધી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here