મને બચાવી લો નહિ તો હું આત્મહત્યા કરી લઈશ.!

0
174
If you do not save me, then I will commit suicide
Advertisement
Loading...

(જી.એન.એસ) મુંબઈ, મુંબઈના ખાર જેવા પોશ એરિયામા રહેતી એક ઉચ્ચભ્રુ સોસાયટીની મહિલાએ ટ્‌વીટર પર પતિ તેને ત્રાસ દેતો હોવાની કેફેયિત માંડતો વિડિયો પોસ્ટ કર્યો છે જે બહુ જ જલ્દી વાઇરલ થઈ જતા નેટિઝનોમાં ચર્ચાનો વિષ બન્યો છે. વિડિયોમાં રડતી રડતી એ મહિલાએ કહ્યું છે કે મને પતિના ત્રાસમાંથી છોડાવો નહી તો હું આત્મહત્યા કરી લઇશ.

એ મહિલાએ કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તેનો પતિ તેની મારઝૂડ કરે છે અને તેને માનસિક ત્રાસ પણ આપે છે, પણ તે પોતાના બાળકોના ભવિષ્યનો વિચાર કરી તેને છોડતી નથી. હવે એ તેને જીવનનિર્વાહ માટે પણ જરૃરી ચીજો આપતો નથી. આપવીતી કહેતી એ મહિલાએ રડતા રડતા કહ્યું છે કે આ માણસે મારી જિંદગી નરક જેવી કરી દીધી છે. હવે એ મારી જિંદગી ખતમ કરી નાખશે. પ્લીઝ મારી મદદ કરો. મે પોલીસમાં પણ ફરિયાદ કરી હતી, પણ પોલીસ પણ કોઇ એકશન નથી લેતી જો આવુ જ ચાલ્યુ, મને ન્યાય નહી મળે તો ખારની સડકો પર જ હું જીવન ટૂંકાવી દઈશ. આ પછી મહિલાએ આરોપ લગાવ્યો કે, હ્લૈંઇ નોંધાવી છે, તેમ છતાં તેના પતિની સામે પગલા ભરવામાં નથી આવતા. મહિલાએ કહ્યું, “પ્લીઝ મારી મદદ કરો, મને ન્યાય નહીં મળે તો હું રસ્તા પર જતી કાર વચ્ચે આવીને આત્મહત્યા કરી લઈશ. પ્લીઝ મને ન્યાય અપાવો.”

ખાર પોલીસ સ્ટેશનના એક ઓફિસરે આ વિશે માહિતી આપતંા કહ્યું છે કે આ મહિલા અને તેના પતિ વચ્ચે કૌટુંબિક વિખવાદ છે. ખારમાં તેઓ રહે છે. તેમના ત્રણ બાળકો છે, પતિ બે બાળકો સાથે મકાનના અગિયારમાં માળે રહે છે જ્યારે પત્ની એક દીકરી સાથે ૧૨મા માળના ફ્લેટમાં રહે છે. મહિલાએ હાલમાં જ બે ફરિયાદો તેના પતિ સામે કરી છે. જેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જો પતિ દોષી જણાશે તો તેની ધરપકડ કરાશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here