૨૦૧૯માં સન્માનજનક સીટ નહીં મળે તો બસપા એકલા હાથે ચૂંટણી લડશે : માયાવતી

0
90
Advertisement
Loading...

બહુજન સમાજ પાર્ટીની (બસપા) રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રવિવારે પોતાના નવા બંગલા ૯ મોલ એવન્યૂથી મીડિયાને સંબોધિત કર્યા હતાં. આ દરમિયાન તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે જ્યારે બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી ત્યારે મેં બંગલો ખાલી કરી દીધો હતો. જે પછી માયાવતીએ બીજેપીની કેન્દ્ર અને પ્રદેશ સરકાર પર કડક શબ્દોમાં હુમલા કર્યા હતાં.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માયાવતીએ ચંદ્રશેખર ઉર્ફ રાવણ સાથે કોઇ સંબંધ ન હોવાની વાત કહી. તેમણે કહ્યું કે તે કરોડો લોકોની લડાઇ લડી રહી છે. તેમણે રાવણના અનુસંધાનમાં કહ્યું કે, અલગથી સંગઠન બનાવવાની જરૃર કેમ છે? બસપના ઝંડા નીચે આવીને લડે.

માયાવતીએ કહ્યું કે, રાજનૈતિક સ્વાર્થ માટે લોકો મારી સાથે તેમનો સંબંધ છે તેમ કહી રહ્યાં છે. સમાજમાં એવા ઘણાં સંગઠનો બને છે જે પોતાનો ઘંઘો ચલાવે છે. ગઠબંધન પર માયાવતીએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બસપા ગઠબંધન સામે નથી. પરંતુ બસપા સન્માનજનક સીટ મળશે તો જ સાથ આપશે. જો એટલી સીટ નહીં મળે તો બસપા એકલી જ લડશે. માયાવતીએ કહ્યું હતું કે બીજેપીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની ખોટી નીતિઓ પર ધ્યાન અપાવવા માંગુ છું. જેમ જેમ લોકસભા અને ઘણાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પાસે આવી રહી છે તેમ તેમ બીજેપી લોકોને લોભાવવાના વાયદા કરી રહી છે.

માયાવતીએ કહ્યું કે બીજેપીએ કોઇ ચૂંટણી વાયદાઓ પુરા કર્યા નથી. હવે સામાન્ય જનતા આમની વાતોમાં આવવાની નથી. બીજેપીએ દેશના કરોડો ગરીબો, મજૂરો, ખેડૂતો, બેરોજગારોની વાતને પુરી નથી કરી. તેઓ અટલ બિહારી વાજપેયીની મોત પર પણ રાજનૈતિક લાભ લેવવાના પ્રયત્નો કરી રહી છે. નોટબંધી રાષ્ટ્રીય ત્રાસદી સાબિત થઇ છે. નોટબંધીનો નિર્ણય ખોટી રીતે કરવામાં આવી છે. આનાથી બેરોજગારી ઘટી છે. નાના વેપાર બંધ થઇ ગયા છે. માયાવતીએ કહ્યું કે ડીઝલ, પેટ્રોલ, રસોઇ ગેસની કિંમતો વધી ગઇ છે. માયાવતીએ કહ્યું કે એસસી/એસટી એક્ટ અંગે ૨ એપ્રિલની ઘટના પછી ઘણાં દલિત લોકોને બીજેપીએ અત્યાર સુધી જેલમાં બંધ રાખ્યા છે. જેનાથી દલિતો અંગે બીજેપીની માનસિકતાની ખબર પડે છે. હવે જનતાનો બીજેપી પર વધારે વિશ્વાસ કરવો પોતાના જ પગ પર કુલાડી મારવા જેવું થશે. બીજેપી સરકારથી દલિત, આદિવાસી, અસ્પસંખ્યક વર્ગ ઘણાં દુખી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here